UPમાં CMનો અનોખો વિરોધ: આગંણવાડી કાર્યકરે યોગી સાથે કર્યા પ્રતિકાત્મક લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉ: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આંગણવાડી કાર્યકરોના વિરોધનો એક અનોખો રસ્તો જોવા મળ્યો છે. સીતાપુરમાં મહિલા આંગણવાડી કર્મચારી સંઘની જિલ્લા અધ્યક્ષ નીતૂ સિંહે મંગળવારે આંગણવાડી કાર્યકરોની વિવિધ માગણીઓ મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પ્રતીકાત્મક લગ્ન કર્યા છે. આંગણવાડી કાર્યકરોની ઘણી પડતર માગણીઓ તરફ યોગીનું ધ્યાન આકર્ષિત કરવાના ઉદ્દેશ સાથે વિરોધનો આ અનોખો રસ્તો અપનાવાયો છે.

 

તમામ વિધિઓ સાથે સીએમ યોગીની તસવીર સાથે લગ્ન


આ પ્રતિકાત્મક લગ્નની તમામ રસમો જિલ્લાના વિકાસ ભવન પરિસરમાં પૂરી કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નીતૂ સિંહે લગ્નની તમામ વિધિઓ સાથે સીએમ યોગીની તસવીર સાથે પ્રતિકાત્મક લગ્ન કર્યા. લગ્નવિધિ સંપન્ન થયા બાદ તેણે સ્થાનિક મંદિરમાં દર્શન પણ કર્યા. આ પ્રતિકાત્મક લગ્નની વિધિ દરમિયાન મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...