તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગી દિલ્હીમાં મોદીને મળશે, મંત્રીઓને વિભાગોની વહેંચણી બાબતે શાહ સાથે કરશે ચર્ચા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ  યુપીના સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે તેઓ યુપીને રમખાણ-ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભાર મુકશે. સાથે કહ્યું કે રાહુલ મારાથી એક વર્ષ મોટા અને અખિલેશ એક વર્ષ નાના. તેમની વચ્ચે હું આવ્યો તેથી તેમનો ચૂંટણીમાં પરાજય થયો.

યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. યોગીએ કહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશને પીએમનાં સ્વપ્નોનું રાજ્ય બનાવશે. યોગીએ એક તરફ પીએમ મોદીની લોકકલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કર્યો,તો બીજી બાજુ પોતાની, રાહુલ અને અખિલેશની વયનો પણ ઉલ્લેખ કરીને ટોણો માર્યો હતો.  યોગીએ મલ્લિકાર્જુન ખડગે પર મજાક  કરતા કહ્યું હતું કે યુપીમાં ઘણું બધું બંધ થવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે યુપી ઉત્કૃષ્ટ પ્રદેશ રહેશે, તોફાનોથી, અરાજકતાથી મુક્ત પ્રદેશ રહેશે. લોકસભામાં બોલતા આદિત્યનાથે કહ્યું કે મોદી સરકારનાં અઢી વર્ષના કાર્યકાળમાં દેશમાં  સુશાસન અને વિકાસની સ્થાપના કરવામાં સફળ થઇ છે.
 
પીએમ મોદીનું નેતૃત્વ આજે સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ
2014માં સરકાર સામે વિપરીત સંજોગો હતા. છેલ્લાં 3 વર્ષ દરમિયાન મોદી સરકાર વિકાસદરને 8થી 8.5 ટકા સુધી લાવી છે. પીએમ મોદીનું નેતૃત્વ આજે સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ બનેલું છે અને દુનિયાભરની લોકશાહીઓમાં ચૂંટણી દરમિયાન તેની ચર્ચા થાય છે. તેમણે નોટબંધીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે નોટબંધી બાદ આખી દુનિયા આ વાત જાણવા ઉત્સુક હતી કે તેની શું અસર પડશે. તેમણે કહ્યું નોટબંધી છતાં દેશનો વિકાસ દર 7.9 ટકાને પાર જઇ રહ્યો છે. તે આખી દુનિયા માટે કુતૂહલનો વિષય છે. હું તેના માટે નાણામંત્રીને અભિનંદન પાઠવું છું. તેઓ લોકકલ્યાણની યોજના લાવ્યા છે.
 
 
મુસ્લિમ યુવતીએ મોદીને પત્ર લખ્યો, લોન મળી:
માંડ્યા: કર્ણાટકના માંડ્યાની લોન નહીં મળવાને કારણે પરેશાન એક મુસ્લિમ યુવતીએ મદદ માટે પીએમ મોદીને પત્ર લખતા જ તેને લોન મળી ગઇ હતી. માંડ્યાની સારા નામની યુવતી એમબીએ કરી રહી છે, તેને લોનની જરૂર હતી પણ તેની પહેલાંની લોન ચાલુ હોવાથી બેન્કે લોન આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ તેણે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાનો ઉલ્લેખ કરતા પીએમને પત્ર લખ્યો હતો. પીએમએ તાકીદે આ અંગે કર્ણાટકના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો અને સારાને લોન મળી હતી.
 
લોકસભામાં યુપી સીએમ બોલ્યા...
 
- યુપી સીએમએ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે હવે વિશ્વમાં ક્યાંય પણ ચૂંટણીઓ થાય છે તો તેમાં વડાપ્રધાન એક આઇકોન માનવામાં આવે છે. તેઓ છેલ્લા 3 વર્ષોમાં દેશમાં વિકાસની સાથે સુશાસન સ્થાપવામાં સફળ થાય છે.
- ડિમોનેટાઇઝેશન પછી દુનિયા ભારતનો વિકાસદર જોવા માંગતી હતી. હું નાણામંત્રીનો આભારી છું કે તેઓએ દેશનો આર્થિક વિકાસદર પાછો મેળવ્યો છે. દેશના અર્થતંત્રમાં તેમણે નવો પ્રાણ પૂર્યો છે.
- વડાપ્રધાનની વિવિધ કલ્યાણકારી અને વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને તેના વખાણ કર્યા હતા.
- 26 વર્ષોથી ગોરખપુરનું ફર્ટિલાઇઝરનું કારખાનું બંધ હતું, પરંતુ વડાપ્રધાને તે ગયા વર્ષે શરૂ કરાવ્યું અને હવે તે કારખાનું કાર્યરત થઇ ગયું છે ને ટુંક સમયમાં ઉત્પાદન શરૂ થઇ ગયું છે.
- માનનીય વડાપ્રધાને ગોરખપુરને એઇમ્સ જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલ આપી છે, તે માટે તેમનો આભારી છું.
- અઢી વર્ષમાં અઢી લાખ કરોડ રૂપિયા કેન્દ્રએ યુપીને વિકાસ માટે આપ્યા પણ તેનો પૂરતો ઉપયોગ ન થયો કેમકે તેમની પાસે વિકાસ માટે કોઇ રોડમેપ ન હતો. હું યુપી મારી સેવાઓ પ્રદાન કરવા માટે જઇ રહ્યો છું.
- યુપીમાં હવે સૌનો સાથ સૌનો વિકાસના એજન્ડા સાથે વિકાસની દિશામાં યુપીની નવી સરકાર કાર્ય કરશે. હવે જે રૂપિયા યોગ્ય રીતે ખર્ચ નથી થયા તેનો સદઉપયોગ કરવામાં આવશે. 
 
મોદી-શાહને મળ્યા યોગી, મંત્રાલયોની વહેંચણી અંગે જલ્દી થશે નિર્ણય
 
 યુપીના સીએમ યોગી આદિત્યનાથ મંગળવારે દિલ્હી પહોંચ્યા. સીએમ તરીકે ચૂંટાયા પછી દિલ્હીની આ તેમની પહેલી મુલાકાત છે. યોગીએ સૌથી પહેલા નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ અરુણ જેટલી અને રાજનાથ સિંહને મળ્યા. જેટલી સાથેની મીટિંગમાં તેમણે ખેડૂતોના દેવા માફ કરવા અંગે પણ વાત કરી. પછી તેઓ અમિત શાહ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ મળવા પહોંચ્યા. યોગી તે પછી દિલ્હી સંસદ પહોંચ્યા અને સંસદમાં તેમણે આપેલી સ્પીચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશના વિકાસ માટે પ્રશંસા કરી.
 
પીએમ સાથે લગભગ એક કલાક ચાલી વાતચીત
 
- એક ન્યુઝ એજન્સી પ્રમાણે, સીએમ બન્યા પછી યોગી પહેલી વાર સંસદ પહોંચ્યા. મોદી સાથે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. આ દરમિયાન યોગીએ મંત્રીઓને મંત્રાલયોની વહેંચણી અંગે ચર્ચા કરી. તે ઉપરાંત, રાજ્યની વિકાસ યોજનાઓ પર પણ વાતચીત થઇ.
- ત્યારબાદ યોગી ગૃહમંત્રી રાજનાથ સિંહને મળ્યા. બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી મુલાકાત થઇ. પછી તેઓ નાણામંત્રી અરુણ જેટલીને મળવા પહોંચ્યા. આ પ્રસંગે રાજ્યકક્ષાના નાણાપ્રધાન અર્જુન મેઘવાલ અને સંતોષ ગંગવાર પણ હાજર હતા. ખબર મળ્યા છે કે ચારેય નેતાઓ વચ્ચે ખેડૂતોના દેવાંમાફી અંગે પણ ચર્ચા થઇ.
- ઉલ્લેખનીય છે કે બીજેપીએ તેમના ચૂંટણીના ઘોષણાપત્રમાં નાના ખેડૂતોના દેવાંઓ માફ કરવાનું વચન આપ્યું હતું.  
- યોગી બપોરે લગભગ બે વાગે અમિત શાહને મળ્યા. એવું કહેવામાં આવે છે ક બંને વચ્ચે મંત્રાલયોની વહેંચણી પર ચર્ચા થઇ. એવી આશા છે કે આ બાબતે બુધવાર સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. 
 
સોમવારે યોગી સરકારે લીધો મોટો નિર્ણય
 
- આ પહેલા યોગી સરકારે સોમવારે સાંજે અખિલેશ સરકારમાં નિયુક્ત કરવામાં આવેલા તમામ બિનસરકારી સલાહકારો, ઉપાધ્યક્ષો અને ચેરમેનોને હટાવી દીધા છે. આ બાબતે મુખ્ય સચિવ રાહુલ ભટનાગરે આદેશ આપ્યો છે.
- બીજી બાજુ સીએમ યોગી આદિત્યનાથે તેમના કાર્યકાળના પહેલા દિવસે લોકભવનમાં રાજ્યના તમામ વિભાગોના અધિકારીઓ સાથે પહેલી મીટિંગ કરી.
- આ દરમિયાન યોગીએ અધિકારીઓને ઊભા થઇને ઇમાનદારી, સ્વચ્છતા અને કામકાજમાં પારદર્શકતા રાખવાના શપથ લેવડાવ્યા. સાથે જ સરકાર આગળ કેવી રીતે કામ કરશે તેના પર ચર્ચા કરી. મીટિંગમાં બંને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ હાજર હતા.
- સીએમએ તમામ અધિકારીઓને 15 દિવસની અંદર સંપત્તિની તમામ જાણકારી આપવા માટે પણ કહ્યું. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેરિટના આધાર પર નોકરીઓ આપવા પર પણ ભાર મુક્યો.
 
યોગીએ અધિકારીઓને શું કહ્યું?
 
1. રાજ્યના તમામ અધિકારીઓ 15 દિવસમાં સંપત્તિ અને ઇકમ ટેક્સની જાણકારી આપે.
2. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેરિટના આધારે ભરતી કરવામાં આવશે.
3. પોલીસસ્ટેશનો પર કોઇપણ પ્રકારનું રાજકીય દબાણ ન હોય.
4. લોકસંકલ્પ પ્રમાણે યોજનાઓ બનાવો. યોગીએ તમામ અધિકારીઓને કહ્યું હતું કે તેઓ મીટિંગમાં પોતાની સાથે બીજેપીને સંકલ્પપત્ર લઇને આવે.
5. મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપે.
 
સીએમ બોલ્યા- હવે મારા હિસાબે કામ થશે
 
- યોગીએ અધિકારીઓને કહ્યું- “અત્યાર સુધી તમે લોકો તમારા હિસાબથી કામ કરી રહ્યા હતા, હવે મારા હિસાબથી કામ થશે. તમામ અધિકારીઓ પૂર્વાંચલના વિકાસ પર ખાસ કરીને ફોકસ કરે. પોલીસસ્ટેશનો પર કોઇપણ પ્રકારનું રાજકીય દબાણ ન હોવું જોઇએ. બધાને આ મેસેજ આપી દો. હું દર અઠવાડિયે એક-એક વિભાગની રિપોર્ટ લેતો રહીશ.”
- “જે સંકલ્પ પત્ર તમને આપવામાં આવ્યો છે, તેના પર જ તમારે કામ કરવાનું છે. તેને દરેક મીટિંગમાં તમારે લઇને આવવાનું છે. સ્વચ્છતા માટે તમારે વર્ષમાં 100 કલાક આપવા પડશે.”
- ઉલ્લેખનીય છે કે યોગી સરકાર બનતાં જ અલાહાબાદમાં રવિવારે રાતે નગર નિગમ ઓથોરિટીએ અટાલા અને નૈની વિસ્તારમાં બે કતલખાના સીઝ કરી દીધાં હતાં.  
- ચૂંટણીપ્રચાર દરમિયાન બીજેપીએ એલાન કર્યું હતું કે જો પાર્ટી રાજ્યમાં બહુમતી સાથે સત્તામાં આવશે તો તે જ દિવસથી રાજ્યના તમામ કતલખાના બંધ કરવાનું કામ શરૂ થઇ જશે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો