તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને મનાવવા શિવરાજની સિંહની 'ગાંધીગીરી', આજથી કરશે ઉપવાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ: મંદસૌરમાં ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન અને વિરોધ પછી હવે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે શનિવારથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર બેઠા છે.  તેમણે ખેડૂતોને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. શિવરાજ સિંહે કહ્યું- જ્યારે જ્યારે રાજ્યમાં ખેડૂતો પર મુશ્કેલી આવી છે ત્યારે હું સીએમ હાઉસમાંથી બહાર નીકળીને તેમની વચ્ચે પહોંચી ગયો છું. અમે ખેડૂતોને તેમનો યોગ્ય ભાવ અપાવીશું જ અને તે માટે એક કમિટી પણ બનાવી દેવામાં આવી છે. ઉપવાસપર બેસતા પહેલા શિવરાજ સિંહ અને તેમની પત્ની સાધના સિંહે પૂર્વ સીએમ કૈલાશ જોશીના આશિર્વાદ લીધા હતા. જોશી એ તેમને તિલક લગાવીને સફળ થવાની શુભેચ્છા પણ આપી હતી.
 
સીએમએ ખેડૂત સાથે કરી ચર્ચા
 
- ઉપવાસ દરમિયાન સીએમ શિવરાજ સિંહે ખેડૂતો સાથે ચર્ચા પણ કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી સમગ્ર મધ્ય પ્રદેશમાં શાંતિ નહીં ફેલાય ત્યાં સુધી હું ઉપવાસ પર જ રહીશ. માત્ર પાણી જ પીશ. જોકે મધ્ય પ્રદેશમાં સીએમની અપીલ પછી પણ ખેડૂતોનું આંદોલન ચાલુ જ છે.
 
ખેડૂતો આવે અને મારી સાથે ચર્ચા કરે
 
ખેડૂતોની મહેનત બેકાર નહીં જવા દઈએ. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે રૂ. 1,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. તેમના ખાતામાં ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા પૈસા જમા કરવામાં આવશે.  હું હંમેશા દુખી ખેડૂતોની સાથે છું. હું તેમની દરેક તકલીફમાં તેમની સાથે છું. આજે મધ્ય પ્રદેશની 40 લાખ એકર જમીન પર સિંચાઈથી ખેતી કરવામાં આવી રહી છે. ખેડૂતની મરજી વગર તેમની જમીન લેવામાં નહીં આવે.  મગદાળ રૂ. 5525 ક્વિન્ટલના ભાવથી ખરીદવામાં આવશે. આંદોલન ત્યારે કરવુ પડે જ્યારે સરકાર વાત ન સાંભળે, કોઈ ચર્ચા ન થાય. પરંતુ અમે ખુલા દિલથી ચર્ચા કરવા તૈયાર છીએ. તો શું કરવા આંદોલન કરવું પડે? ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે.  બાળકોના હાથમાં પથ્થર પકડાવીને પથ્થરમારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા.
 
મારા વિરુદ્ધ અફવાઓ ફેલાવામાં આવી
 
અમે ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છીએ.  ખેડૂત અને ગ્રાહકો વચ્ચેથી વચેટિયા હટાવવાની જરૂર છે. એક સાથે રવિ અને ખરીફ પાક માટે ખેડૂતોને ધિરાણ મળશે. અમુક અસામાજિક તત્વોએ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. મંદસૌરની ઘટનાની તપાસ કરવામાં આવશે અને હકીકત બધાની સામે લાવવામાં આવશે. જે પરિવાર દીકરા ગુમાવ્યા છે તેમની પીડા સમજી શકું છું.  મનમાં પીડા છે એટલે પોતાની જાતેને પીડા આપવા માટે જ ઉપવાસ પર બેઠો છું.  હું પથ્થર દીલ નથી, મારે પણ રાજ્યમાં શાંતી જોઈએ છે. એટલે મધ્યપ્રદેશની સરકારને અપીલ કરું છું કે આવા આંદોલન ન કરો જેનાથી બધાને નુકસાન થાય.  આંદોલન કરવાની આ રીત યોગ્ય નથી.  હાથ જોડીને અપીલ કરું છું કે આપણાં મધ્યપ્રદેશમાં આગ ન લગાવશો, આવો ચર્ચા કરીએ અને મુશ્કેલીઓનો ઉકેલ લાવીએ.
 
શું કહ્યું કૃષિમંત્રીએ

- મધ્ય પ્રદેશના કૃષિ મંત્રી ગૌરીશંકર બિસને જણાવ્યું છે કે, જે જેવુ વર્તન કરશે તેની સાથે તેવો જ વ્યવહાર કરાશે. આ આંદોલન હવે ખેડૂતોનું નથી રહ્યું. રાહુલ ગાંધી કેમ અહીં આવ્યા હતા? તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો છે? ખેડૂતોનું ધિરાણ માફ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. હું પહેલાં પણ તેના પક્ષમાં નહતો અને અત્યારે પણ નથી.
 
વિપક્ષે કહ્યું- નૌટંકી

- વિપક્ષે સીએમના ઉપવાલ અને દશહેરા મેદાનમાં સરકાર ચલાવવાના નિર્ણયને નૌટંકી ગણાવી છે. કોંગ્રેસનું કહેવું છે કે, ચૌહાણે નૌટંકી કરવાની જગ્યાએ ખેડૂતોની સમસ્યા સાંભળીને તેનો ઉકેલ લાવવો જોઈએ. પ્રદેશ કોંગ્રેસ અરુણ યાદવે જણાવ્યું છે કે, પોતાની જાતને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવતા ચૌહાણ છ ખેડૂતોના મૃત્યુ પછી પણ મંદસૌર ગયા નથી. તે ઉપરાંત બાલાઘાટમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી તેમાં પણ 25 લોકોના મૃત્યુ થયા છે. તેમાં પણ ચૌહાણને જવાનું જરૂરી લાગ્યું નથી. તેઓ માત્ર નૌટંકી અને મુદ્દાઓ પરથી હટવાનો પ્રયત્ન કરે છે. ઉપવાસ પણ તેનો જ એક ભાગ છે. 
 
કોંગ્રેસ નેતા પર આગ લગાવવા ભીડને ઉશ્કેરવાનો આરોપ
 
રતલામમાં કોંગ્રેસ નેતા ડીપી ધાકડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધાકડ લોકોને આગ લગાવવાનું કહી રહ્યા છે. તેઓ ખેડૂતોને તેમના આંદોલનમાંથી પાછા ન હટવાની વાત કરતા જોવા મળી રહ્યા છે. સરકાર આપણને જેલમાં નાંખી દે તો પણ આપણે પીછેહઢ નથી કરવાની તેમ બોલતા સાંભળવા મળી રહ્યા છે. રતલામના આઇટીઆઇ કેમ્પસમાં ધાકડ લોકોને પોલીસના વાહનો સળગાવવાનું કહેતા સાંભળવા મળી રહ્યા છે. એસપી અમિત સિંહે ધાકડની વીડિયો ક્લિપ હોવાનો દાવો કર્યો છે. વીડિયોના આધારે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ સીએમ શિવરાજ સિંહના ઉપવાસ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે
અન્ય સમાચારો પણ છે...