તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેબૂબા આજે મળશે રાજનાથને, અમરનાથ એટેક કેસમાં MLAના ડ્રાઈવરની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:અમરનાથ યાત્રીઓ પર તાજેતરમાં જ થયેલા હુમલાના મામલે એક પીડીપી એમએલએના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ પોલીસે એમએલએ અઝાઝ અહેમદ મીરના ડ્રાઈવરને પકડીને આ વિશે પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં પીડીપી અને બીજેપીની ગઠબંધનની સરકાર છે. 10 જુલાઈની રાત્રે અનંતનાગમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓ પર હુમલો કર્યો હતો. તેમાં 5 મહિલાઓ સહિત 7 લોકોના મૃત્યુ થયા હતા.
 
2 લોકોની કરવામાં આવી ધરપકડ
 
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પોલીસે જણાવ્યું છે કે, પુલવામામાં રહેતા તૌસીફ અહમદની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. તે સ્ટેટડ પોલિસની સિક્યુરિટી વિંગમાં હતો. ત્યારપછી વાચ્છીના ધારાસભ્ય એઝાઝ અહમદ મીરના ડ્રાઈવર તરીકે તૈનાત કરવામાં આવ્યો હતો. 
- યાત્રીઓ પર હુમલામાં સામેલ થવાના આરોપમાં 2 અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
- નોંધનીય છે કે, 10 જુલાઈની રાત્રે અનંતનાગમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 7 લોકોના મોત થયા હતા જ્યારે 15 તીર્થયાત્રીઓ ઘાયલ થયા હતા. હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં 3 યાત્રીઓ ગુજરાતના, 2 દમણ અને 2 મહારાષ્ટ્રના હતા. બધા યાત્રીઓ દર્શન કરીને જમ્મુ પરત ફરી રહ્યા હતા.
 
સાત મહિના પહેલા બન્યો હતો એમએલએનો ડ્રાઈવર
 
- તૌસીફ જમ્મુ-કાશ્મીર પોલીસના સિક્યુરિટી વિંગમાં હતો. સાત મહિના પહેલા જ તેને પીડીપી એમએલએ અઝાઝ અહમદ મીરના ડ્રાઈવર તરીકે ફરજ સોંપવામાં આવી હતી.
- કાશ્મીર રેન્જના આઈજીપી મુનીર અહમદ ખાને જણાવ્યું કે, તૌસીફ આતંકીઓ સાથે મળેલો હોવાની શક્યતા છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમરનાથ હુમલાની તપાસ માટે SIT બનાવવામાં આવી

- જમ્મુ-કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની તપાસ કરવા માટે 6 સભ્યોવી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવી છે.
- આઈજીપી ખાને જણાવ્યું છે કે, એસઆઈટી હુમલા સાથે જોડાયેલી દરેક ઘટનાની તપાસ કરી રહી છે.
 
SITઆ મુદ્દે કરશે તપાસ
 
- આતંકીઓ રાજમાર્ગ પર કેવી રીતે પહોંચ્યા?
- હથિયારો સાથે આતંકીઓને ગાડી પણ અવેલેબલ કરાવનાર કોણ છે?
- આતંકીઓને ભાગવામાં કોણે મદદ કરી?
- શ્રદ્ધાળુઓની સુરક્ષામાં ક્યાં ખામી આવી?
 
1.86 લાખ શ્રદ્ધાળુઓ કરી ચૂક્યા છે બાબા બર્ફાનીના દર્શન
 
- અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ છે અને તે 40 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ બાલટાલના રસ્તેથી અમરનાથ ગુફા સુધી જાય છે. આ વર્ષે 2.30 લાખ લોકોએ આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
- શુક્રવારે 4100થી વધારે શ્રદ્ધાળુઓનું ગ્રૂપ જમ્મુથી શિવિર ભગવતી જવા રવાના થઈ ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1.86 લાખ લોકોએ અમરનાથના દર્શન કરી લીધા છે. સીઆરપીએફ અને સ્ટેટ પોલીસ આ યાત્રાને સુરક્ષા આપી રહ્યા છે. 
અન્ય સમાચારો પણ છે...