તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CM મહેબૂબાએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ, નેશનલ પેન્થર પાર્ટીએ કર્યો પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગર: જમ્મુ-કાશ્મરીના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર આંતકી હુમલામાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ હુમલો સોમવારે સાંજે 8.20 થયો હતો. આ હુમલામાં 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘાયલ શ્રદ્ધાળુઓની નજીકની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો અનંતનાગના બેટૂંગ વિસ્તારમાં થયો હતો. આ હુમલામાં ઘાયલ શ્રદ્ધાળુઓના પરિવારજનો સાથે મહેબૂબા મુફ્તીએ મુલાકાત કરી હતી. જ્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરેક મૃતકો ગુજરાતના છે. સીએમ મહેબૂબા મુફ્તી પહેલા રાજ્યપાલ એનએન વોહરા, ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે આ હુમલા પછી કાશ્મીર ખાણમાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
 
અપડેટ્સ
- જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલાને ખરાબ ગણાવીને નેશનલ પેન્થર પાર્ટી દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યા છે.
 
અમિત શાહ કરશે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનંતનાગ હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રીઓની મંગળવારે અમિત શાહ મુલાકાત કરે તેવી શક્યતા છે. 
- સરકારે શ્રદ્ધાળુઓને કહ્યું છે કે, અમરનાથ યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન કરો.
- કોંગ્રેસ લીડર રણદીપ સુરજેવાલે કહ્યું છે કે, આ હુમલો સરકાર અને સિક્યુરિટી એજન્સીની સુરક્ષામાં ખામીને કારણ થયો છે. ઈન્ટેલિજન્સને 25 જૂને જ ઈનપુટ મળી ગયા હતા. તેમ છતા જરૂરી પગલાં લેવામાં આવ્યા નહીં.
- MHAના હેલીકોપ્ટર દ્વારા હુમલામાં મૃત્યુ પામેલા લોકોની બોડિની એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
- કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા માટે નવા જથ્થાને રવાના કરવામાં આવ્યો છે. સીઆરપીએફનાઆઈજીએ જણાવ્યું છે કે, હવે કોઈ ખરાબ ઘટના ન બને તે માટેની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
- યુપીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર મીરા કુમારે અનંતનાગ હુમલાને દુખદ ગણાવ્યો છે. 
 
સુરક્ષામાં થયેલી ચૂક માટે મહેબૂબાએ ખુદને ઠેરવ્યા જવાબદાર
 
- મહેબૂબાએ કહ્યું કે અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો તમામ મુસ્લિમો અને કાશ્મીરીઓ પર એક કલંક છે. આ ઘટનાને લઇને દરેક કાશ્મીરીનું માથું શરમથી ઝૂકી ગયું છે.
- મહેબૂબાએ સુરક્ષામાં થયેલી ચૂક બદલ પોતાને જવાબદાર ઠેરવ્યા અને ઘાયલોને કહ્યું કે તમે આટલે દૂર યાત્રા કરવા માટે આવ્યા અને જુઓ અમે તમારી સાથે શું કરી નાખ્યું.
- મુખ્યમંત્રીએ કહ્યું, “તીર્થયાત્રીઓ તમામ મુશ્કેલીઓ છતાં યાત્રા માટે દર વર્ષે કાશ્મીર આવે છે અને આજે સાત લોકોના મોત થઇ ગયા. મારી પાસે તેની નિંદા કરવા માટે કોઇ શબ્દ નથી. મને આશા છે કે સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ કાવતરાંખોરોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.”
- મહેબૂબાએ કહ્યું, “આ ઘટના તમામ મુસ્લિમો અને કાશ્મીરીઓ માટે એક કલંક છે. અમે અપરાધીઓને સજા અપાવવા સુધી ચૂપ નહીં બેસીએ.”
 
આગળની સ્લાઈડમાં જુઓ નેશનલ પેન્થર પાર્ટીના વિરોધની અને અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...