• Gujarati News
  • Jharkhand: Police Violated The Order Of Chief Secretary In The Celebration Of Martyr Day

શહીદોના સન્માન કાર્યક્રમમાં ઓફિસરોએ લગાવ્યા ઠુમકા, દારૂ પણ પીરસવામાં આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ શહીદોના સન્માનમાં આયોજીત સાંસ્કૃતિક સંધ્યા પછી કોકટેલ પાર્ટીમાં સામેલ ઝારખંડના ડીજીપી રાજીવકુમાર, ઈન્ડિયન આઈટલ ફેમ પૂજા ચટર્જી (વચ્ચે) તથા આઈએએસ અધિકારી પૂજા સિંઘલ પુરવાર)
રાંચી. ઝારખંડ પોલિસ ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે. પોલિસ વિભાગે ૧૯ ઓક્ટોબરના રોજ શહીદોના સન્માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાંચીના મોરહાબાદી સ્થિત બિરસા મુંડા ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજીત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભોજપુરી સ્ટાર તથા બીજેપી સાંસદ મનોજ તિવારી, બોલીવુડ એક્ટ્રેસ કોયના મિત્રા, ગાયિકા સુનિધિ ચૌહાણ અને પૂજા ચેટર્જી સહિત લાફ્ટર ચેલેન્જના પ્રતિયોગી રહેલા એહસાન કુરેશી સહિત ઘણા કલાકારોએ કાર્યક્રમ રજૂ કર્યા હતા. કાર્યક્રમ પછી કોકટેલ પાર્ટી પણ આયોજીત કરવામાં આવી હતી જેમાં પોલિસના ઘણા ઉચ્ચ અધિકારીઓએ બોલીવુડના કલાકારો સાથે દારૂ પીધો હતો.
નારાજ થઈ ગયા હતા મુખ્યમંત્રી, મુશ્કેલીથી યોજાયો કાર્યક્રમ
કાર્યક્રમના એક દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન આ મામલાને લઈને નારાજ થઈ ગયા હતા. તેઓએ કાર્યક્રમને રદ કરવા માટેના આદેશ પણ આપી દીધા હતા. કેમ કે ૨૦ ઓક્ટોબરે નક્સલીઓએ બંધનું એલાન કર્યું હતું અને આ દિવસે જ મહિલાઓનો એક મોટો કાર્યક્રમ સરકાર રાંચીમાં આયોજીત કરી રહી હતી.
મુખ્ય સચિવ સજલ ચક્રવર્તીએ હસ્તક્ષેપ કરીને અને કાર્યક્રમ સંપન્ન કરાવવાની તમામ જવાબદારી પોતાના માથે લીધી હતી. ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કાર્યક્રમ સંપૂર્ણપણે સાદગી અને પરંપરાગત રીતે આયોજીત કરવામાં આવે. મુખ્ય સચિવે મુખ્યમંત્રીને અન્ડર ટેકિંગ મોકલીને એ ભરોસો આપવામાં આવ્યો હતો કે સમારોહમાં તમામ મર્યાદાઓનો પૂરી રીતે ખયાલ રાખવામાં આવશે.
પહેલા ડીઆઈજીએ તમામ જિલ્લા પોલિસ અધિક્ષકોને પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે કહ્યું હતું પરંતુ મુખ્ય સચિવના સ્તરેથી આદેશ જાહેર થયો હતો કે મહિલા સંમેલનને જોતા જિલ્લાના પોલિસ અધિક્ષક આ સમારોહમાં સામેલ નહીં થાય અને આ કાર્યક્રમમાં મદિરાપાન કે કોઈ પ્રકારનો નશો કરવાની મંજૂરી નથી આપવામાં આવતી. પરંતુ સમારંભના શરૂઆત જ ભોજપુરી અને ફિલ્મી ગીતોથી થઈ હતી. કાર્યક્રમ બાદ આયોજીત પાર્ટીમાં દારૂને પીરસવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલિસ અધિકારીઓ સહિત ઘણા અધિકારીઓએ કલાકારોની સાથે દારૂની મહેફિલ માણી હતી. કેટલાક અધિકારીઓ ઠુમકા મારતા પણ જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, તે કારણે મુખ્યમંત્રી સોરેન રાજ્યના પોલિસ મહાનિદેશક રાજીવકુમારથી ખૂબ નારાજ છે.

શું લખ્યું હતું મુખ્ય સચિવે?
૧૭ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં મુખ્ય સચિવ સજલ ચક્રવર્તીએ લખ્યું હતું કે – શહીદોના સન્માનમાં પોલિસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમ વિશે મેં પોલિસ મહાનિદેશક સાથે વાત કરી લીધી છે. મેં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ કાર્યક્રમમાં જિલ્લાઓમાંથી ફરજ નિભાવતા પોલિસ અધિક્ષકોને બોલાવવામાં નહીં આવે કેમ કે પછીના દિવસે મહિલા અધિકાર ઉત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લેવાની છે. આ કાર્યક્રમમાં કોઈપણ, કોઈપણ પરિસ્થિતિમાં દારૂનું સેવન કે કોઈ પ્રકારનો નશો કરવા મંજૂરી આપવામાં આવતી નથી. કાર્યક્રમ પરંપરાગત ઝારખંડી રીતે યોજાશે. કાર્યક્રમમાં શહીદ શેખ ભિખારીના નામ પર મૌલવી ફાતિહા વાંચશે. જો કાર્યક્રમ શહીદ દિવસના અનુરૂપ નહીં થયો તો હું પોતે ઉદ્ઘોષકના રૂપમાં માઈક સંભાળી દઈશ. આ પત્રની નકલ પોલિસ મહાનિદેશકને પણ મોકલવામાં આવી છે.
આગળની સ્લાઈડમાં જુઓ, સીએમની મનાઈ હોવા છતાંય કોકટેલ પાર્ટીમાં પીરસવામાં આવ્યો દારૂ..