તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UP: અખિલેશે એક કલાકની અંદર બે મંત્રીઓને કર્યા સસ્પેન્ડ, કરપ્શનનો હતો આરોપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: યુપીના બે કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ અને રાજકિશોર સિંહને સીએમ અખિલેશ યાદવે સસ્પેન્ડ કરી દીધા છે. બંને મંત્રીઓ પર એક કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવી છે. તે લોકોને સસ્પેન્ડ કરવા વિશે ગવર્નર રામ નાઈકે પણ સહમતી આપી છે. પ્રજાપતિ સામે ગેરકાયદેસર માઈનિંગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પણ થવાની છે.
પ્રજાપતિ પર લાગી ચૂક્યા છે ઘણાં આરોપ
- ગાયત્રી પ્રજાપતિ યુપીના ખાણ મંત્રી છે. તેમની પર કરપ્શનના ઘણાં આરોપ લાગી ચૂક્યા છે.
- માનવામાં આવે છે કે, સરકારની ઈમેજ સુધારવા માટે અખિલેશ યાદવ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- નોંધનીય છે કે પ્રજાપતિને સપા સુપ્રીમો મુલાયમ સિંહના નજીકના માનવામાં આવે છે.
રાજકિશોર પર શું છે આરોપ?

- પંચાયતી રાજ મંત્રી રાજકિશોર ઉપર પણ ગેરકાયેદસર માઈનિંગનો આરોપ છે.
- સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજકિશોરે તેમના કોઈ નજીકના સંબંધીના નામથી સોનભદ્રના રોબટ્સગંજમાં માઈનિંગ માટે એક પટ્ટો રાખ્યો છે. આટલું જ નહીં બસ્તી અને ગૌંડામાં પણ તેમના નામથી રેતીની ગેરકાયદેસર માઈનિંગ ચાલે છે.
કોને મળ્યા વિભાગ?

- મુળચન્દ્ર ચૌહાણ, રાજ્યમંત્રીને માઈનિંગ વિભાગનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. ચૌહાણ પાસે પહેલેથી જ ઉદ્યાન વિભાગનો ચાર્જ છે.
- રાજકિશોર સિંહ પાસે લઘુ સિંચાઈ અને પશુધન વિભાગ હતો તે હવે અખિલેશ જાતે સંભાળશે.
- સામાજિક કલ્યાણ મંત્રી રામ ગોવિન્દ ચૌધરીને પંચાયતી રાજ વિભાગનો વધારાનો ભાર સોંપવામાં આવશે.
શું કહ્યું બીજેપીએ?

- બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે કહ્યું કે, કરપ્શનમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
- યુપી બેજીપી ચીફ કેશન પ્રસાદ મૌર્યાએ જણાવ્યું કે, ગાયત્રી પ્રજાપતિને સસ્પેન્ડ કરવાનું માત્ર નાટક કરવામાં આવ્યું છે.
ગાયત્રી પ્રજાપતિની પ્રોપર્ટી
2012માં ચૂંટણી આયોગમા ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટ પ્રમાણે પ્રજાપતિની સંપત્તિ
- કુલ સંપત્તિની કિંમત- 1 કરોડ 83 લાખ, 59 હજાર અને 616
- કેશ ઈન હેન્ડ- રૂ. 70,000
- બેન્કમાં જમા- રૂ. 10 લાખ 25,954
- એલઆઈસી અથવા અન્ય ઈન્સ્યોરન્સ પોલિસી- 12,25,000
- ગાડીની કિંમત- ત્રણ ગાડીની કિંમત- 25,79,662
- જ્વેલરી- રૂ. 1,09,999
- ગન- 1 લાખ રૂપિયાની રિવોલ્વર અને રાઈફલ
- એગ્રીકલ્ચર લેન્ડ- અમેઠીમાં રૂ. 1 લાખની જમીન
- કમર્શિયલ બિલ્ડિંગ- લખનઉમાં રૂ. 70 લાખની
- રેસિડેન્શિયલ બિલ્ડિંગ- લખનઉમાં રૂ. 50 લાખની
3 લાખ કરોડથી પણ મોટું છે ખનન કૌભાંડ
મંત્રીઓની બરતરફી અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે મુખ્યમંત્રીએ પોતાને બચાવવા માટે આ નાટક કર્યું છે. ખનન કૌભાંડ ત્રણ લાખ કરોડથી પણ મોટું છે. રાજ્ય સરકારે તો તેની સીબીઆઇ તપાસ રોકવા પણ પ્રયાસ કર્યો પણ કોર્ટે તેનું ન સાંભળ્યું. કોંગ્રેસનાં નેતા રીતા બહુગુણા જોશીએ પણ અખિલેશના નિર્ણયને દેખાડો ગણાવ્યો.

આમાં મારી કોઇ સલાહ લેવાઇ નથી : મુલાયમ

બે મંત્રીઓની બરતરફી અંગે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે કહ્યું કે આ મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે. તેમણે પોતાની રીતે નિર્ણય લીધો છે આ અંગે તેમણે મારી કોઇ સલાહ લીધી નથી. મને મીડિયા દ્વારા જાણ થઇ. ગાયત્રી પ્રસાદ અમેઠીના ધારાસભ્ય છે અને મુલાયમના પરિવારની નિકટ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો