તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPAની 1,387 કરોડની ડિફેન્સ ડીલમાં કટકીનો આરોપ, 2008માં થયો હતો સોદો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: યુપીએ સરકારના સમયે થયેલો 1,387 કરોડ રૂપિયાનો અન્ય એક સંરક્ષણ સોદો વિવાદોમાં ઘેરાઇ ગયો છે. બ્રાઝીલના એક અખબાર મુજબ ત્રણ ઇએમબી-145 જેટ વિમાનોના સોદામાં વચેટિયાને લાંચ આપવાના મામલામાં બ્રાઝીલની વિમાન નિર્માતા કંપની એમ્બ્રાયર આરોપોના ઘેરામાં છે. બ્રાઝીલ અને અમેરિકી કાયદા મંત્રાલય તેની તપાસમાં લાગી ગયા છે.

આ ખુલાસા અંગે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ કંપની પાસે 15 દિવસમાં સ્પષ્ટતાની માગણી કરી છે. જવાબ મળ્યા પછી આગળ કાર્યવાહી કરાશે. યુપીએ સરકારના સમયમાં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા પછી શંકાના ઘેરામાં આવનાર આ બીજો સોદો છે. એમ્બ્રાયરનો ભારત સાથે 2008માં સોદો થયો હતો. કંપની પાસેથી ડીઆરડીઓની 2,520 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી એરબોર્ન અર્લી વોર્નિંગ એેન્ડ કન્ટ્રોલ સિસ્ટમ પરિયોજના માટે ત્રણ જેટ વિમાન ખરીદવામાં આવ્યા હતા. ડીઆરડીઓએ ગયા વર્ષે ડિેસેમ્બરમાં જ ત્રણે વિમાન પ્રોજેક્ટમાં તૈનાત કર્યા હતા.

કંપની સજા માટે તૈયાર, દંડના 1333 કરોડ રૂપિયા અલગ રાખ્યા

અખબાર મુજબ કંપની અમેરિકી અધિકારીઓ સાથે તપાસમાં સહયોગ કરી રહી છે. સાથે જ સંભવિત દંડ માટે 1333 કરોડ રૂપિયા અલગ જ રાખી દીધા છે. એમ્બ્રાયરના ડિફેન્સ સેલ્સ મેનેજર અલ્બર્ટ ફિલીપને ટાંકીને જણાવ્યું કે યુરોપમાં કંપનીના પૂર્વ સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું કે કંપનીએ એક વ્યક્તિ સાથે સંપર્ક સાધ્યો હતો, જે અમેરિકાને સર્વિલાંસ સિસ્ટમ વેચવાની ડીલમાં મદદ કરી શકે.

અમેરિકા 2010થી તપાસ કરી રહ્યું છે

બ્રાઝીલના અખબાર ‘ફોલ્હા ડે સાઓ પાઉલો’ મુજબ ડોમિનિક પ્રજાસત્તાકની સાથે થયેલી ડીલ પર શંકા પછી 2010થી જ અમેરિકા એમ્બ્રાયર સામે તપાસ કરી રહ્યું છે. બાદમાં ભારત અને સાઉદી અરેબિયા સહિત 8 દેશો સાથે થયેલી એમ્બ્રાયરની ડીલ પણ તપાસમાં સામેલ કરી લેવામાં આવી. અમેરિકી કાયદા મંત્રાલય તપાસ કરી રહ્યું છે કે આ સોદાઓ માટે એમ્બ્રાયરે લાંચ તો આપી નથી. એવી શંકા છે કે બ્રિટનમાં બેઠેલા એક ભારતીય બિઝનેસમેને કંપની માટે વચેટિયાની ભૂમિકા ભજવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો