તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો ચીનને કડક જવાબ, કાશ્મીર મુદ્દે ન જોઈએ દખલગીરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કાશ્મીર વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવાના ચીનના પ્રસ્તાવને ભારતે ફગાવી દીધો હતો. કાશ્મીર સમસ્યાને દક્ષિણ એશિયાનો સૌથી સંવેદનશીલ મુદ્દો ગણાવતી ચીનની દલીલ નકારતા ભારતે જણાવ્યું હતું કે, અમને આ મુદ્દામાં કોઈની દખલગીરી નથી જોઈતી. ચીનના વિદેશ મંત્રાલયે અગાઉ એક નિવેદન બહાર પાડીને કાશ્મીર સમસ્યા ઉકેલવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની ઓફર મૂકી હતી. તેમણે કાશ્મીર પ્રશ્નને આંતરરાષ્ટ્રીય મુદ્દો પણ ગણાવ્યો હતો. ચીનના પ્રસ્તાવને નકારતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા ગોપાલ બાગલેએ  જણાવ્યું હતું કે કાશ્મીરની સમગ્ર સમસ્યાના હાર્દમાં સરહદ પારનો આતંકવાદ મુખ્ય મુદ્દો છે. 
 
કાશ્મીરના અડધા આતંકી પાકિસ્તાની 
 
કેન્દ્રીયગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓમાંથી અડધા પાકિસ્તાની છે. કાશ્મીરમાં હાલ અંદાજે 220 આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની મૂળના છે. આ વર્ષે મે મહિના સુધીમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કુલ 120 વખત ઘૂસણખોરીના પ્રયાસો કરાયા હતા. 

સીમા વિવાદ પર ડિપ્લોમેટિક રસ્તા ખુલ્લા છે

સિક્કિમમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે- આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ભારતના ડિપ્લોમેટિક લેવલના રસ્તાઓ ખુલ્લા છે. અમે તે વિશે અમારા પ્રયત્નો પણ વધારી દીધા છે. ચીનના જણાવ્યા પ્રમાણે જી-20 સમિટમાં મોદી-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષી વાત થઈ નથી. બાગલેએ જણાવ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તેમાં ઘણાં મુદ્દાઓ વિશે વાત થઈ હતી, જેમાં એક મુદ્દો સીમા વિવાદનો પણ હતો. 
 
ચીને કાશ્મીર મુદ્દે શું કહ્યું

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆન્ગે જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન સાઉથ એશિયાના મહત્વના દેશ છે અને તેમની વચ્ચે કાશ્મીરમાં એલઓસીના વિવાદના કારણે શાંતિ અને વિકાસને જોખમ છે. ચીન આ મુદ્દાનો ઉકેલ લાવવાની સાથે બંને દેશો વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત કરવામાં પણ મદદ કરવા માટે તૈયાર છે. 
અન્ય સમાચારો પણ છે...