તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો-મજૂરોનાં સંતાન ઢોલ વગાડીને ગાય છે-દીકરીઓને ભણાવો, નાની ઉંમરમાં લગ્ન ન કરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર: 10મા ધોરણની પરીક્ષા પછી જ્યારે સ્કૂલ ખૂલે ત્યારે સાવિત્રી પોતાના મિત્રો સાથે નહોતી. કેટલાય દિવસ પસાર થયા પછી જ્યારે તે સ્કૂલ ન આવી ત્યારે તેના મિત્રોએ ઘરે જઇને તપાસ કરી ત્યારે સાવિત્રીના પરિવારે કહ્યું કે હવે કેટલું ભણશે. પછી જાણવા મળ્યું કે તેેના પરિવારના લોકો તેનાં લગ્ન કરાવવાનું વિચારી રહ્યા છે.
સાવિત્રી રાયપુરથી 140 કિમી દૂર ડોંડી બ્લોકના ઉકારી ગામમાં રહે છે. તેના ગ્રુપમાં બીજા મિત્રો બાજુના ગામમાં રહે છે. ગ્રુપના મિત્રોએ આ જાણકારી પોતાના શિક્ષકને આપી. બાળકોએ તેમને પૂછ્યું કે છોકરીઓને કેમ આગળ ભણાવવામાં આવતી નથી શિક્ષકે કહ્યું કે જ્યાં સુધી તે લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આમ જ ચાલશે. આ વિદ્યાર્થીઓએ જાગૃતતા ફેલાવવા માટે શેરીનાટકનો સહારો લીધો. તેમણે ત્રણ મહિના પહેલાં પહેલ કરી. ગ્રુપમાં ધોરણ 8થી 12નાં બાળકો છે.
સાઇકલ પર ચાર કિલોમીટર અંતર કાપીને મરકાટોલાના સાપ્તાહિક બજાર પહોંચે છે. બજારમાં વિદ્યાર્થીઓનું ગ્રુપ ઢોલ લઇને નીકળે છે. બે બે વિદ્યાર્થીઓ વારાફરથી ગીતો ગાય છે. ભોજ અને છન્નુ ગાય છે કે, જાગો ભૈયા-ભૌજી, દાઇ દદમાન શિક્ષા હે મહાન, ટૂરા સંગ ટૂરી લ ખૂબ પઢાઓ, ગાવ લ આગે બઢાઓ ભીડ એકઠી થતા ભોજ મસિયા અપીલ કરે છે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવો. સમજાવે છે કે દીકરી શિક્ષિત થાય તો ગામના લોકો સાથે પરિવારનો વિકાસ કરી શકે છે. તેમનાં સપનાને તેમની દીકરી પણ પૂરી કરી શકે છે. છન્નુ દાસ માનિકપુરી જણાવે છે કે અમે ગામના બજારથી શરૂઆત કરી છે.
લોકો એમ માનતા કે અમે પૈસા માગવા આવ્યા છીએ

કેદમનાથ કહે છે કે પહેલાં જ્યારે અમે ડફલી-ગીત વગાડી લોકોને ભેગા કરતા ત્યારે તેમને એમ જ લાગતું હતું કે અમે તેમની પાસેથી પૈસા માગીશું. જોકે હવે લોકો અમારા પર હસતાં નથી પણ એમ કહે છે કે તમે સારું કામ કરી રહ્યા છો.
અન્ય સમાચારો પણ છે...