તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંખો નથી, સાંભળીને ભણ્યા અને UPSC પાસ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આંખો નથી, સાંભળીને ભણ્યા અને UPSC પાસ કરી
- પ્રેરક: બિલાસપુરના સંજય સોંધીએ 1216મો રેન્ક મેળવ્યો, રેટિનાઈટિસ પિગમેન્ટોસાના કારણે બાળપણથી પ્રજ્ઞાચક્ષુ છે

રાયપુર: છત્તીસગઢના બિલાસપુરમાં રહેતા સંજય સોંધીની કહાની કંઈક અલગ જ છે. તેમની ઉંમર 41 વર્ષ છે અને આંખો નથી છતાં યુપીએસસીમાં સિલેક્ટ થયા છે. બિલાસપુરના યમુનાનગરના રહેવાસી હુનરમંદે જુસ્સા સાથે હાંસલ કરેલી આ સિદ્ધિ કોઈપણ વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે. એક સમયે લોકો તેને ટોણાં મારતા હતા અને તેનાથી અંતર રાખતા હતા જ્યારે આજે લોકો તેને સલામ કરી રહ્યા છે. શનિવારે યુપીએસસીના રિઝલ્ટમાં સંજયને 1216મો રેન્ક મળ્યો છે. અગાઉ પણ તેઓ સીજીપીએસસીમાં સિલેક્ટ થઈ ચૂક્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, બાળપણમાં લોકો રમતા હતા અને હું બેસી રહેતો હતો. રમવાની ઈચ્છા થતી પરંતુ કોઈ રમાડતા નહોતા. અંધ હોવાથી લોકો કહેતા કે તું શું રમવાનો અને શું ભણવાનો. ગુસ્સો ઘણો આવતો પરંતુ હિંમત હાર્યા વગર ભણવાનું નક્કી કર્યું અને તે જુસ્સાએ મને હિંમત આપી. બસ પછી તો તૈયારી શરૂ કરી દીધી. સ્કૂલમાં હંમેશાં આગળ રહ્યો. કોલેજ કરી.

પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક પણ રહ્યો. 2007માં સીજીપીએસસીમાં પ્રજ્ઞાચક્ષુ આશિષસિંહ ઠાકુરની પસંદગી થતા પ્રેરણા મેળવી અને છેવટે સવિલ સર્વિસિઝ પાસ કરવાનું નક્કી કર્યું. તમામ સ્ટડી મટીરિયલનું રેકોર્ડિંગ કરાવ્યું. આખો દિવસ સાંભળો અને ભણતો હતો. સીજી પીએસસી 2008 અને 2011 બંનેમાં સફળતા મળી.પીએસસીમાં 2011માં રાજ્યમાં 10મો રેન્ક આવ્યો. વધુ ઉંમર હોવાનું કહીને મને ડેપ્યુટી કલેક્ટર ન બનાવાયો.

નાયબ મામલતદારનો હોદ્દો અપાયો. મેં હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યારપછી જીવન બદલાયું અને લોકોનો દૃષ્ટિકોણ પણ બદલાયો. પછી 2011માં એસએસસી દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઈન્ડિયાની બિલાસપુર શાખામાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પસંદગી થઈ. જેઓ ટોણાં મારતા હતા તેઓ સલામ કરવા લાગ્યા. ભણવાનું ચાલુ રાખ્યું. છેવટે યુપીએસસીમાં સફળતા મળી.
આગળ વાંચો, સંજય સોંધી અંગે
અન્ય સમાચારો પણ છે...