યુપી: સ્ટાફે નવજાતને કર્યું Flush, ટોયલેટમાં થયેલી ડિલિવરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગુના સ્થળની તસવીર. પ્રતિકાત્મક નિરૂપણ)

*નવજાતના પિતા પાસે જ મંગાવ્યો લોખંડનો સળિયો
*સવારે કરતૂતનો ખુલાસો
લખનઉ: યુપીના બાગપતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં હોસ્પિટલના સ્ટાફે તેમની લાપરવાહી છૂપાવવા માટે મૃત બાળકને ટોયલેટમાં ફ્લશ કરી દીધું હતું.

મળતી માહિતી પ્રમાણે, ખુશ્બુ નામની મહિલાને બાગપતની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે તેનો પતિ શાહરુખ (રહેવાસી ગ્રામ, નીવારા) પણ હતો. ત્યારે મંગળવારની મોડીરાત્રે ખુશ્બુએ બાથરૂમ જવાની વાત કરી હતી. ત્યારે શાહરુખ તેની સાથે ગયો હતો અને બહાર ઊભો રહ્યો હતો.

ટોયલેટમાં જ ખુશ્બુને પ્રસવ થઈ ગયો હતો. આ અંગે અવાજ સાંભળીને શાહરુખે હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. હોસ્પિટલનો સ્ટાફ અંદર ગયો હતો. અંદરથી તેમણે લોખંડનો સરિયો શાહરુખ પાસે મંગાવ્યો હતો. બહાર આવીને તેમણે કહ્યું હતું કે, ખુશ્બુને પ્રસવ નથી થયો.
બીજા દિવસે સવારે જ્યારે સ્વીપર ટોયલેટ સાફ કરવા માટે પહોંચ્યો ત્યારે માલૂમ પડ્યું હતું કે, ટોયલેટમાં નવજાત બાળક ફસાયેલું હતું. તપાસમાં માલૂમ પડ્યું હતું કે, હોસ્પિટલના સ્ટાફે જ બાળકને ફ્લશ કરી દીધું હતું અને તેમની લાપરવાહીને છૂપાવવા માટે ફ્લશ કરી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.