એમ્બ્યુલન્સ ના મળતાં પિતાએ દીકરાની લાશનું બાંધ્યું પોટલું, બાઈક પર પહોંચ્યા હોસ્પિટલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીકમગઢ: મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં એક છોકરાનું સ્કૂલમાં રમતા રમતા જ મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પિતાને તેમના દીકરાના મૃતદેહ માટે કોઈ એમ્બ્યુલન્સ કે વાહન ન મળ્યું. મજબૂરીમાં તે પિતાએ છોકરાના મૃતદેહને એક પોટલાની જેમ બાંધી દીધું. ત્યારપછી જાતે જ તેને બાઈક પર લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે છત્તીસગઢમાં પાર્થિદવ દેહને ખાટલા પર લઈ જવામાં આવ્યો હતો. ખાટલો પણ તૂટી જતા સાઈકલ રીક્ષા પર પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્રની ઉંઘ ઉડી હતી.
રમતા-રમતા કૂવામાં પડી ગયો હતો છોકરો

- આ ઘટના ટીકમગઢના કકરબાહાની છે.
- અભિષેક રૈકવાર નામનો આ છોકરો સરકારી સ્કૂલમાં ભણતો હતો.
- રમતા રમતા પગ લપસી જવાના કારણે તે સ્કૂલ પરિસરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો.
- કૂવો એટલો ઉંડો હતો કે બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયુ હતુ.
- સ્કૂલ પ્રશાસન દ્વારા 100 નંબર પર ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી, પરંતુ પોલીસ ઘણી વાર સુધી ત્યાં પહોંચી નહોતી.
ન આવી એમ્બ્યુલન્સ કે ન મળ્યું કોઈ સાધન

- સ્કૂલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સ્કૂલમાંથી એમ્બ્યુલન્સ માટે પણ ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ મદદ મળી નહતી.
- આ દરમિયાન અભિષેકના પરિવારજનો સ્કૂલ પહોંચ્યા અને બાળકના મૃતદેહને જોઈને રડવા લાગ્યાં હતાં.
- પરંતુ માનવતા ત્યારે પરવારી ગઈ જ્યારે અભિષેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવા કોઈ શબવાહિની કે એમ્બ્યુલન્સ મળી નહીં.
હવે પોલીસ કરે છે તપાસ

- મજબૂર પિતા તેમના દીકરાના મૃતદેહનું પોટલું વાળીને તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા.
- જેણે પણ આ દ્રશ્ય જોયુંં તે પોતાની આંખના આંસુ ન રોકી શક્યા.
- પોલીસે હવે ફરિયાદ નોંધીને મૃતદેહનો કબ્જો લીધો છે અને પરિવારજનોના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે.
આગળની સ્લાઈડમાં વાંચો: એમ્બ્યુલન્સ ન મળવાથી 22 કલાક સુધી હાથલારીમાં મૃતદેહ લઈને ફરતા રહ્યા પરિવારજનો
અન્ય સમાચારો પણ છે...