તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Chhattisgarh Election Campaign Bjp Congress Narendra Modi Sonia Gandhi

છત્તીસગઢમાં આજે મોદી-સોનિયા ગાંધી ચૂંટણી સભા ગજવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોનિયા-મોદી વચ્ચે શાબ્દિક જંગ
- કોંગ્રેસ કામ કરે છે, ભાજપ માત્ર વાયદા કરે છે: સોનિયા

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુરુવારે જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પાયાનો ફરક છે. કોંગ્રેસ કામ કરે છે જ્યારે ભાજપ માત્ર વાયદા કરે છે. ચૂંટણી રેલીમાં તેમણે જણાવ્યું 'છત્તીસગઢમાં ભાજપના સુશાસનના દાવાની હકીકત કંઇક જુદી છે. અહીં ગરીબી વધી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, વીજળી અને સડક જેવી પાયાની સુવિધાઓની ખરાબ સ્થિતિ છે. કેન્દ્રે પૂરતી મદદ કરી હોવા છતાં નક્સલવાદી હિંસામાં વધારો થયો છે. વિકાસની પણ એ જ સ્થિતિ છે. ગ્રામીણ સડકો માટે કેન્દ્ર સરકારે પુષ્કળ નાણાં આપ્યાં છે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં સડકોનું નામ જ નથી.’

સોનિયા ગાંધીએ જણાવ્યું કે 'લોકો પોતાના ઘરની આસપાસ કામ મેળવી શકે તેના માટે યુપીએ સરકારે મનરેગા હેઠળ ૧૦૦ દિવસના રોજગારની ગેરન્ટી આપી છે પરંતુ આ પ્રયાસો કરાયા હોવા છતાં અહીંના લોકો હિ‌જરત કરવા માટે મજબૂર છે. વન અધિકાર કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં અહીં આદિવાસીઓને પટ્ટા મળી શક્યા નથી.’

આગળ વાંચોઃશું કહ્યુ નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીએ, કોણે કોના પર સાધ્યુ નિશાન