તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃ બ્રાઝિલથી ફૂટબોલર્સને લઇને જતું વિમાન ક્રેશ: 76 મોત, 5ને બચાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી પાલિકાની 44માંથી 41 સીટ પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે ત્રણ સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી. સુરતના કનકપુર-કસાડ પાલિકામાં 27 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે 4 બેઠકો પર કોંગ્રેસના વિજય થયો હતો.
આ વિમાનમાં ફૂટબોલના ખેલાડીઓ સહિત 72 લોકો તેમજ 9 ક્રુ મેમ્બર્સ સવાર હતા. આ ટીમ બુધવારે એટલિટિકો નેસિઓનેલ વિરૂદ્ધ કોપા સુડામેરિકાની ફાઇનલ મેચ રમવાની હતી.
ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ 8 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. ભારતે 103 રનનો ટાર્ગેટ 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. પાર્થિવ પટેલ 67 અને વિરાટ કોહલી અણનમ 06 રને રહ્યા હતા.
કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીને મંગળવારે બપોરે ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમને વાઇરલ ઈન્ફેક્શન થયું હોવાથી તેમને દાખલ કરવામાં આવ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ધારાસભ્યો તથા સાંસદોને નિર્દેશ આપ્યો છે કે, તા. 8મી નવેમ્બર થી તા. 30મી ડિસેમ્બરની વચ્ચેના બેન્કના વ્યવહારોની વિગતો ભાજપના અધ્યક્ષ અમિત શાહને જમા કરાવે. તા. 31મી ડિસેમ્બર સુધીમાં આ વિગતો જમા કરાવી દેવા જણાવવામાં આવ્યું છે.
સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે આતંકીઓએ ઘુસણખોરીની કોશિશ કરી હતી. બંને ઘટનામાં તેમને પડકારવામાં આવતા ફાયરિંગ શરૂ કરી દીધું છે. ઘટનામાં 3 જવાન ઘાયલ અને 2 શહીદ થયા હોવાના અહેવાલ છે. સેનાની કાર્યવાહીમાં 3 આતંકીને ઠાર કરવામાં આવ્યાં છે.
શંકાસ્પદ આતંકીઓ અલ-કાયદા સાથે જોડાયેલા હોવાની માહિતી પોલીસ અને NIAને મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મોદી સહિત 22 VVIPs આતંકીઓના ટાર્ગેટમાં હતા. શંકાસ્પદ આતંકીઓનો વડો TCSનો એન્જિનિયર હોવાની માહિતી મળી છે.
મોદી સરકારની જાહેરાત બાદ કાળું નાણું ધરાવનારા લોકો તેને સફેદ કરવા અનેક પેંતરાઓ અપનાવી રહ્યા છે. જેમાં બેન્કો પણ તેમને સામેથી ઇન્કમ ટેક્સથી બચવાની છટકબારીઓ સૂચવી રહી છે. બેન્ક અધિકારીઓ દ્વારા દર્શાવાતી છટકબારીઓ કાયદાકિય રીતે એવી મજબૂત હોય છે કે તેમાં પકડાવવાનો શક્યતા નહિંવત થઈ જાય છે
પોલિસ છેલ્લા પાંચ દિવસથી આમિરના ઘરની કુક ફરઝાના, કિરણની આસિસ્ટન્ટ સુઝાના અને એક અન્ય નોકરાણી ઝુમકીને મુખ્ય શકમંદ માનીની તેની સતત પૂછપરછ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...