• Gujarati News
  • Chargsheet Against Amit Shah Rejected By Mujaffarnagar Court

મુજ્જફરનગર કોર્ટે ફગાવી અમિત શાહ સામેની ચાર્જશીટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અમિત શાહની ફાઈલ તસવીર )
*પોલીસને ફરી તપાસ કરવા નિર્દેશ
*અખિલેશ સરકારને લાગી લપડાક

લખનઉ : ભાજપના અધ્યક્ષ અમિત શાહની સામે ચાર્જશીટ દાખલ કરનારી મુજ્જફરનગર પોલીસને ગુરૂવારે કોર્ટમાં મોટો આંચકો લાગ્યો હતો. કોર્ટે ભાજપના અધ્યક્ષ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ કાઢી નાખી હતી.

મેજીસ્ટ્રેટે શાહ સામેની ચાર્જશીટને ફગાવતા કહ્યું હતું કે, કેસની ફરીથી તપાસ કરવાની જરૂર છે. કારણ કે, અમિત શાહ સામે અનેક કલમો લગાવવામાં આવી હતી. ભાજપે આરોપ મુક્યો હતોકે, પેટા ચૂંટણીઓના અનુસંધાને રાજકીય દ્વેષપૂર્વક જ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. કોર્ટે અરજીને ફગાવી દેતા આ વાત પૂરવાર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીઓમાં તેમનું ધોવાણ થયું હતું અને પેટા ચૂંટણીઓમાં તેઓ વિખેરાઈ જશે. બીજી બાજુ, અખિલેશ સરકારને ચાર્જશીટ ફગાવાતા આંચકો લાગ્યો છે.

શું છે અમિત શાહ પર આરોપ અને કેવી કલમો લગાવી હતી. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.