વધુ એક વખત નીતીશ કુમારને ચપ્પલ દેખાડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ઈંડા-ખુર્શીઓ ફેંકવામાં આવ્યા -'સીએમ ગોબેક'ના સૂત્રોચ્ચાર પટણામાં અધિકાર રેલી દરમિયાન વધુ એક વખત નીતીશકુમારે સ્થાનિકો અને શિક્ષકોનાં રોષનો ભોગ બનવું પડ્યું છે. બિહારનાં બેગુસરાઈમાંઆયોજીત સભા દરમિયાન આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેઓ આ વિસ્તાર સાથે ભેદભાવ રાખે છે. નીતીશકુમાર જે માર્ગ પરથી પસાર થયાં હતાં,ત્યાં તેમને કાળા વાવટાં દેખાડવામાં આવ્યા હતા તથા તેમના કાફલાને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા. કેટલાક શિક્ષકોએ ચપ્પલ પણ દેખાડ્યા હતા. પ્રદર્શનકારીઓ નીતીશના સભાસ્થળે પણ પહોંચ્યા હતા અને મંચ તરફ ઈંડાઓ અને ખુરશીઓ ફેંક્યા હતા. એનએસયુઆઈ તથા એબીવીપીએ નીતીશનો વિરોધ કર્યો હતો.
Related Articles:
સભામાં ચપ્પલ દેખાડાતા નીતીશ ઉશ્કેરાયા, જોઈ લેવાની ધમકી આપી
બિહારને સ્પેશ્યલ સ્ટેટ્સ આપનારી પાર્ટીને ટેકો આપશે નીતીશ
જામશે મોદી અને નીતીશ વચ્ચે સંગ્રામ, ગુજરાત બનશે રણમેદાન
નીતીશ કુમાર \'પીએમપદ માટેનું મટિરિયલ\' છે: સુશીલકુમાર