તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Chaos In Rahul Gandhi Public Gathering And Ramesh Slams Modi

રાહુલની સભામાં હોબાળો, જયરામે કહ્યાં 'ડ્રામેબાજ'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાહુલ હારે તો પણ ભવિષ્ય સુરક્ષિત, મોદી હારે તો તેઓ ખતમ : જયરામ
- કોંગ્રેસને હાથી સમાન ગણાવીને ભાજપની શિયાળ સાથે સરખામણી કરી

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન જયરામ રમેશે જણાવ્યું છે કે જો આગામી લોકસભા ચૂંટણીઓમાં રાહુલ ગાંધી પરાજિત થશે તોપણ તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે પરંતુ મોદી માટે આ અંતિમ તક છે. જો મોદી પરાજિત થયા તો તેમનું વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જ નહીં રાજકીય રીતે બધું જ ખતમ થઇ જશે.

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં બુધવારે રમેશે ભાજપને ચતુર શિયાળની જેમ ગણાવ્યો, જે ઝડપથી આગળ નીકળી જાય છે, જ્યારે કોંગ્રેસની હાથી સાથે સરખામણી કરી છે, જે ધીમે-ધીમે ચાલે છે. તેમણે જણાવ્યું કે 'મોદી લોકોને ગેરમાર્ગ દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાના પક્ષને જ હાંસિયામાં ધકેલી દીધો છે.’ કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપસિંહે જયરામના નિવેદનનું સમર્થન કરીને જણાવ્યું કે 'આરએસએસે ભાજપને ટેકઓવર કરી લીધો છે. હવે પાર્ટીમાં એ જ થઇ રહ્યું છે જે મોદી ઇચ્છે છે.’

રાહુલ ગાંધીની સામે બળવાખોર બન્યા કેન્દ્ર સરકારના પ્રધાન. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.