તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંડિત નેહરૂની રેર તસવીરો, જેના કારણે તેઓ રહેતા હતા વિવાદોમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢઃ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પ્રસંગે divyabhaskar.com દેશના પ્રથમ પીએમ પંડિત જવાહર લાલ નેહરૂ સાથે જોડાયેલી અમુક એવી વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ જે ઘણા ઓછા લોકો જાણે છે. અહીં અમુક વિવાદાસ્પદ તસવીરો દર્શાવી રહ્યાં છે જેને પંડિત નેહરુના પીએમ બન્યા બાદ મૂળ ગુજરાતી હોમાઈ વ્યારાવાલાએ ક્લિક કરી હતી. જેમાં શિમલામાં વાઈસરોય માઉન્ટબેટનની પત્ની એડવિના માઉન્ટબેટન સાથેની પૂર્વ પીએમની તસવીરો પણ સામેલ છે. આ તસવીરો ઘણી વિવાદાસ્પદ રહી હતી.
વિદેશમાં કપડા ધોવડાવતા

- દેશના પ્રથમ પીએમ પંડિત જવાહર લાલ નેહરુની શિક્ષા વિદેશમાં થઈ હતી.
- જવાહરલાલ નેહરૂના પિતા પંડિત મોતીલાલ નેહરૂ તે સમયે જાણીતા લોકોમાં સ્થાન મેળવતા હતા.
- એવુ કહેવાય છે કે, જવાહર લાલ અને મોતીલાલ નેહરૂના કપડા વિદેશમાં ધોવા મોકલવામાં આવતા હતા.
- જવાહર લાલ નેહરૂનું બાળપણ ઘણું આરામદાયક હતું. તેમણે પોતાની સ્કૂલી શિક્ષા હૈરો અને કોલેજની શિક્ષા લંડનની ટ્રિનિટી કોલેજથી પુરી કરી હતી.
- તે પછી કેમ્બ્રિજ યુનિ.થી લોની ડિગ્રી મેળવી હતી.
- નેહરુજીનો પરિવાર અભ્યાસ મામલે ગંભીર હતો અને ઉચ્ચ શિક્ષણ પર ભાર આપતો હતો.
- કિશોર અવસ્થાથી વિદેશમાં રહેવાને કારણે તેમનામાં ત્યાંની સંસ્કૃતિનો પ્રભાવ પણ જોવા મળતો હતો.
- પંડિત નેહરુ પોતાના વિદેશી મિત્રોનો સ્વાગત વિદેશી સંસ્કૃતિ પ્રમાણે કરતા હતા. જેમાં ઘણી મહિલા મિત્ર પણ સામેલ હતી.
કેમ થાય છે વિવાદ ?

- પંડિત નેહરૂની રેર તસવીરોમાં સૌથી વધુ વિવાદ વાઈસરોય માઉન્ટબેટનની પત્ની એડવિના માઉન્ટબેટન સાથે ધુમ્રપાન કરતી તસવીર પર થાય છે.
- આ તસવીર ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલએ ક્લિક કરી હતી. જેમાં પીએમ તરીકે પંડિત નેહરૂના ધુમ્રપાન કરવાને લીધે વિવાદ થયો હતો.
- આ તસવીરો ક્લિક કરનારી મૂળ ગુજરાતી વ્યારાવાલાએ 15 જાન્યુઆરી 2012ના વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. વ્યારાવાલા પ્રભાવશાળી મહિલા ફોટો જર્નાલિસ્ટ હતી.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ પીએમ નેહરૂની તસવીરો.....)