તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Centre Files 41 page Affidavit In SC Spelling Out Steps To Bring Autonomy In The Functioning Of CBI

સીબીઆઈને સ્વાયત્ત બનાવવા માટે કેન્દ્રની સુપ્રીમમાં એફિડેવિટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સીબીઆઇને સ્વાયત્તતા આપવાના મુદ્દે કેન્દ્રનું સુપ્રીમમાં સોગંદનામું

સીબીઆઈ નિદેશકની નિયુક્તિ, તેમની ફેરબદલી અને તેમને હટાવવાની પ્રક્રિયા હવે બદલવામાં આવશે. ઉપરાંત જો કેન્દ્ર સરકાર કોઈ અધિકારી વિરુદ્ધ તપાસની મંજુરી ન આપતી હોય તો સીબીઆઈ પોતાના સ્તરે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી શકશે.

સીબીઆઈને સ્વાયત્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સરકારે આ જોગવાઈ કરી છે. તેની જાણકારી બુધવારે સરકાર વતી સર્વોચ્ચ કોર્ટમાં રજુ કરવામાં આવેલા ૪૧ પાનાના સોગંદનામામાં આપવામાં આવી હતી. આ મામલે આગામી સુનાવણી ૧૦ જુલાઈએ થશે.

કેન્દ્રએ સોગંદનામામાં કહ્યું હતું કે સીબીઆઈ અધિકારીઓ વિરુદ્ધ આરોપોની તપાસ માટે જવાબદારી પંચની રચનાનો પ્રસ્તાવ પણ છે. પંચમાં ત્રણ નિવૃત્ત જજ રહેશે. તેની નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવશે.

આગળ વાંચો : સીબીઆઇને મળ્યા આ અધિકાર, કોર્ટે કહ્યું હતું, ‘પોપટ’ને મુક્ત કરો, સીબીઆઇ નિયામકની નિમણુંક અને દૂર કરવાની પ્રક્રિયા