સુપ્રીમ કોર્ટનાં નિરીક્ષણની કેગ પણ નોંધ લે : સરકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-હરાજીના વિકલ્પના આધારે કેગે 2જી અને કોલસા કૌભાંડનાં નુકશાનનું આકલન કરેલું કુદરતી સંપદાની હરાજી એકમાત્ર વિકલ્પ ન હોય શકે, તેમ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઠેરવ્યું હતું. આ ચુકાદાથી સરકારને બળ મળ્યું છે. સરકારનું કહેવું છેકે, કમ્પટ્રોલર ઓડિટર જનરલ જેવી બંધારણી સંસ્થાઓએ આ બાબતને ધ્યાનમાં રાખીને ટિપ્પણી કરવી જોઈએ. ટેલિકોમપ્રધાન કપિલ સિબ્બલ અને કાયદાપ્રધાન સલમાન ખુર્શીદ અને નાણાપ્રધાન પી. ચિદમ્બરમે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. પી. ચિદમ્બરમેકહ્યું હતું કે, પોતાની ફરજ બજાવતી વખતે બંધારણીય સંસ્થાઓ સુપ્રીમ કોર્ટનાં નિરીક્ષણને ધ્યાનમાં લેશે તેવી આશા છે. કેગે કોલસા કૌભાંડ અને 2જી સ્પેક્ટ્રમ ફાળવણીનાં નુકશાનનું આકલન કરતી વેળાએ સરકારની અયોગ્ય નીતિને જવાબદાર ઠેરવી હતી. ચિદમ્બરમને પુછવામાં આવ્યું હતું કે, પ્રેસિડેન્શયલ રેફરન્સ અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આપેલા અભિપ્રાય અંગે પ્રતિક્રિયા આપતી વેળાએ ચિદમ્બરમે ઉપરોક્ત વાત કરી હતી. નીતિઓ અંગે ચિદમ્બરમે કબુલ્યુ હતું કે જો કોઈથી કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવી જોઈએ અને જવાબદારોને સજા મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કુદરતી સંપતીની ફાળવણી કરતી વખતે હરાજી એકમાત્ર રસ્તો ન હોય શકે. જો ખાનગી કંપનીઓને લાભ મળવાનો હોય તો હરાજી કરવી યોગ્ય છે અન્યથા જનહિતને ધ્યાને રાખવું જોઈએ. કેગે નુકશાનનું આકલન કરતી વખતે હરાજીનાં વિકલ્પને મગજમાં રાખ્યો હતો, જ્યારે વાસ્તવમાં તે એકમાત્ર વિકલ્પ નથી. સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છેકે, બંધારણીય દ્રષ્ટીએ માત્ર હરાજી જ વિકલ્પ નથી.
Related Articles:
તમામ પ્રાકૃત્તિક સંપદા માત્ર હરાજીથી આપી ન શકાય: સુપ્રીમ
‘માય નેમ ઈઝ ખાન’ની પીડામાંથી કોઈ ના ગુજરે: સુપ્રીમ કોર્ટ
શિક્ષણની ગુણવત્તા સારી હોવી જોઇએ : સુપ્રીમ
એસ્સાર આઠ હપતામાં બાકી સેલ્સ ટેક્સ ચૂકવે: સુપ્રીમ