તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26 વર્ષ બાદ કાશ્મીરમાં મીડિયા પર પ્રતિબંધ, 3 દિ'માટે બંધ રહેશે પ્રિન્ટિંગ પ્રેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગરઃ કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા પર કાબુ મેળવવા માટે તંત્રએ ઘાટીમાં અખબાર પ્રકાશનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રશાસને એક સ્થાનિક અખબારની ઓફિસ પર દરોડા પાડીને નકલો જપ્ત કરી લીધી છે. આ મામલે કાશ્મીરના પત્રકારોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. હિંસામાં અત્યાર સુધી 43 લોકો માર્યા ગયા છે. અત્યાર સુધી સુરક્ષાદળોનાં 1500 સૈનિકો સહિત 3140 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1990 બાદ એ પ્રથમવાર બન્યું છે જ્યારે મીડિયા પર આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હોય.
10 જિલ્લામાં કર્ફ્યુ યથાવત...

- કાશ્મીરમાં નવમા દિવસે પણ સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. ઘાટીના તમામ 10 જિલ્લામાં સતત કર્ફ્યુ યથાવત રહ્યું છે.
- આમ છતાં કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના ઝંડા લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
- કુપવાડામાં પોલીસ ચોકી પર હુમલો કરીને પેટ્રોલ બોમ્બથી આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- જીવ બચાવવા માટે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં એક પ્રદર્શનકારી શૌકત અહમદનું મોત થઈ ગયું છે અને ડઝનેક ઈજાગ્રસ્ત થયા છે.
- બાંડીપોરા વિસ્તારના વૂલર પાર્કમાં પોલીસ ગાર્ડ રૂમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.
- અફવા ફેલાવનારી કોઈ પણ ઘટનાને અટકાવવા માટે મોબાઈલ-ટેલિફોન સર્વિસ બંધ રાખવામાં આવી છે.
- લોકલ ટીવી કેબલ નેટવર્ક પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ શ્રીનગરમાં.
- કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચ્યું હતું. જેમાં સલમાન ખુર્શીદ અને અંબિકા સોની સામેલ રહ્યા હતા.
- પત્રકારો સાથે વાતચીત દરમિયાન અંબિકા સોનીએ કહ્યું કે, આવી સ્થિતિમાં સૌપ્રથમ તમામ દળના લોકોએ એકઠા થવું જોઈ અને આ સ્થિતિ વિશે ચર્ચા કરીને તેને સામાન્ય કરવાના પ્રયાસો કરવા જોઈએ.
- વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી પ્રાથમિકતા હિંસા દરમિયાન ઘાયલ થયેલા નિર્દોષ પીડિતોની સારવાર છે.
- જ્યારે સલમાન ખુર્શીદે કેન્દ્ર પર નિશાન સાધતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પીડિતોની મદદ માટે નક્કર પગલા નથી લીધા.
- વધુમાં તેમણે કહ્યું કે, કેન્દ્રની એક શૈલી છે કે, તેઓ કોઈની સાથે વાતચીત નથી કરતા. જ્યાં સુધી આપણા વિદેશ નીતિના મુદ્દાનો સવાલ છે, કેન્દ્ર સરકાર અમારી સલાહ નઈ લે.
પાકિસ્તાન 19નાબદલે 20 જુલાઈએ પાળ 'બ્લેક ડે'

- કાશ્મીરમાં થઈ રહેલી હિંસાના વિરોધમાં પાકિસ્તાન 19 જુલાઈના બદલે 20 જુલાઈએ 'બ્લેક ડે' પાળવામાં આવશે.
- શુક્રવારે પાકિસ્તાન સંઘીય કેબિનેટે કાશ્મીરના આતંકવાદી બુરહાન વાનીના મોતના વિરોધમાં સમગ્ર દેશમાં 'બ્લેક ડે' પાળવાનો નિર્ણય કર્યો હતો. હવે 19 જુલાઈએ કાશ્મીરનો 'મર્જર ડે' મનાવશે.
અમરનાથ યાત્રા રવાના

- શનિવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી બે દિવસનાં વિરામ બાદ અમરનાથ યાત્રાનું ગ્રૂપ રવાના કરવામાં આવ્યું છે. જેમાં હજાર શ્રદ્ધાળુંઓ સામેલ છે.
અખબાર જપ્ત

- શનિવારે પોલીસે એક સ્થાનિક ઉર્દૂ અને અંગ્રેજી અખાબરોને જપ્ત કરી લીધા હતા.
- આ અગાઉ શુક્રવારે રાત્રે પ્રિન્ટિંગ પ્રેસ પર દરોડા પાડ્યા હતા. પ્રકાશનોએ વેબસાઈટ પર દાવો કર્યો છે કે, તેમની પ્રિન્ટ નકલો જપ્ત કરી લેવામાં આવી છે અને આઠ લોકોને કસ્ટડીમાં લઈ ગયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો