J&K: પાક. દ્વારા ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન, પૂંચમાં કર્યો ગોળીબાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું  ઉલ્લંઘન કર્યું છે અને તેમણે પૂંચમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીઓ ચકાન દા બાગમાં ક્રોસ એલઓસી ટ્રેડ સેન્ટર સુધી પહોંચી છે. ડિફેન્સના પ્રવક્તા જણાવે છે કે “પાકિસ્તાની સૈન્ય દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે અને તેમણે પૂંચ જિલ્લાના ક્રિશ્ન ઘાટી સેક્ટરમાં  82 mm મોર્ટાર અને ઓટોમેટિક વેપન્સ (હથિયારો) નો ઉપયોગ કર્યો છે.
 
સ્થાનિક લોકોનું કહેવું છે કે પાકિસ્તાનના આ ગોળીબારથી રહેણાંક વિસ્તારના રહેવાસીઓને અસર પહોંચી છે. જોકે અધિકારીઓ જણાવે છે કે કોઇ જાનહાનિ કે અન્ય નુકસાન થયું નથી.  
અન્ય સમાચારો પણ છે...