તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LoC પર પાકે. ફરી કર્યું સીઝફાયર, ભારતે આપ્યો વળતો જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરી સોમવારે સવારે એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ તેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 72 કલાકમાં પાકિસ્તાન તરફથી 6ઠ્ઠી વખત સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ શનિવારે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં એલઓસીની મુલાકાત લીધી હતી. ભારતીય આર્મીએ છેલ્લા 4 દિવસમાં 14 ઘુસણખોર આતંકીઓને ઠાર કર્યા છે. ગૃહવિભાગના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને 2016માં એલઓસી પર 449 અને 2015માં 405 વાર સીઝફાયર કર્યું છે.
 
હંદવાડામાંથી પકડાયા બે આતંકીઓ

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાંથી પોલીસ અને આર્મીના જોઈન્ટ સર્ચ ઓપરેશન પછી બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બે આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હોવાનું જાણવા મળ્યું છે. 
 
પરિસ્થિતિ નિયંત્રણમાં, ભારતીય સેના આપી રહી છે કડક જબાવ: લેફ્ટિનન્ટ કર્નલ મનિષ 
 
ડિફેન્સ વિભાગના પ્રવક્તા  લેફ્ટિનન્ટ મનિષ મહેતાના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 6.20થી જમ્મુ-કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પહેલી જૂનથી અત્યાર સુધી 9મી વખતે અને છેલ્લા 72 કલાકમાં 6ઠ્ઠી વખત પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આપણી સેના પર તેમને વળતો કડક જવાબ આપી રહી છે. પાકિસ્તાન દ્વારા હુમલામાં હેવી મોર્ટાર, RCL ગન, RPGs અને હેવી ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરી રહી છે. જોકે, હાલ પરિસ્થિતિ કાબુમાં છે. અણબનાવની કોઈ માહિતી મળી નથી.
 
શ્રીનગરમાં પોલીસ પર ગ્રેનેડથી હુમલો

- પાકિસ્તાન દ્વારા આજે વહેલી સવારથી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં મોર્ટારથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે જ્યારે મોટી સંખ્યામાં ગોળા બારુદથી પણ હુમલો કરવામાં આવી રહ્યો છે,
- રવિવારે રાત્રે આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ ઉપર પણ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેમાં ત્રણ પોલીસવાળા અને એક સીઆરપીએફ જવાન ઘાયલ થયા છે. આતંકીઓની શોધ ચાલુ છે. 
 
72 કલાકમાં 6 વખત સીઝફાયર વાયોલન્સ

- મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે 72 કલાકમાં પાકિસ્તાને એલઓસી પર 6 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રવિવારે પહેલા નૌશેરા સેક્ટરમા પાકિસ્તાન દ્વારા મોર્ટાર છોડવામાં આવી હતી. ત્યારપછી રાજૌરીના ભિમ્બર સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
- ત્યારપછી પાક રેન્જર્સના રામગઢ સેક્ટરમાં બીએસએફની એક ટુકડી પર ફાયરિગં કરવામાં આવ્યું હતું. ભારતે તેનો પણ આકરો જવાબ આપ્યો હતો. શનિવારે કૃષ્ણાઘાટીમાં જ નાના અને ઓટોમેટિક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
 
આ વર્ષે 24 વખત કરવામાં આવ્યો ઘુસણખોરીનો પ્રયત્ન
 
- સેના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વખતે એલઓસી પર 24થી વધારે વખત ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને કુલ 42 સશસ્ત્ર આતંકીઓને ઘુસણખોરી વખતે ઠાર કરવામાં આવ્યા છે. 
 
ગાઢ જંગલોનો ફાયદો લઈને આતંકીઓ કરે છે ઘુસણખોરીનો પ્રયત્ન

- આ વિસ્તારમાં આતંકીઓ ગાઢ જંગલોનો ફાયદો ઉઠાવીને ઘુસણખોરીનો પ્રયત્ન કરે છે. આ પહેલા 26મેના રોજ ઉરી સેક્ટરમાં જ બે અને તેના આગળના દિવસે 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 
 
આ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

કાશ્મરીમાં એલઓસી પર ગયા સપ્તાહમાં ઘુસણખોરીના પાંચ વખત કરવામાં આવેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. ગયા સપ્તાહ દરમિયાન આતંકીઓએ કુપવાડા, નૌગામ, માછિલ અને બારામૂલા સેક્ટરના ગાઢ જંગલોમાંથી ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સેનાએ અહીં સર્ચ ઓપરેશન વધારી દીધું છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હોવાથી હવે અહીં છૂપાયેલા આતંકીઓ પણ ભાગી શકે તેવી શક્યતા નહિવત છે.
 
અન્ય સમાચારો પણ છે...