તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE એ છઠ્ઠાથી નવમા ધોરણ માટે નવું ફોર્મેટ કર્યું જાહેર, એક જેવું થશે અસેસમેન્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: સીબીએસઇએ છઠ્ઠાથી નવમા ધોરણ સુધીની એસેસમેન્ટ તેમજ એક્ઝામિનેશન સિસ્ટમ બદલી નાખી છે. છઠ્ઠાથી આઠમા સુધી દેશભરમાં સીબીએસઇ સાથે જોડાયેલી તમામ 18,688 સ્કૂલો હવે વર્ષમાં બે વાર પરીક્ષા લેશે. તેમનું નામ ટર્મ-1 અને ટર્મ-2 રહેશે. તેના આધારે બધી સ્કૂલે રિપોર્ટ કાર્ડ પણ એક જેવું જ આપશે. નવમા ધોરણ માટે એક્ઝામ સિસ્ટમ અને રિપોર્ટ કાર્ડ દસમા ધોરણ જેવા રહેશે. આ સિસ્ટમ 2017-18 થી જ લાગુ થશે. મંગળવારે આ સિસ્ટમનો પ્રોફોર્મા સ્કૂલોને આપી દેવાં આવ્યો હતો.
 
શિક્ષણની ગુણવત્તા સુધારવાનો હેતુ
 
- સીબીએસઇના ચેરમેન આર.કે. ચતુર્વેદીએ જણાવ્યું કે અમારો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે.
- તેમણે સ્પષ્ટ કર્યું કે નવી સિસ્ટમમાં પણ આઠમા સુધી કોઇ વિદ્યાર્થીને ફેઇલ નહી કરવામાં આવે. જોકે, 32 થી ઓછા માર્ક્સ હશે તો ‘ઇ’ ગ્રેડ સાથે સુધારની જરૂર છે તેમ પણ લખવામાં આવશે.
- છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી ત્રણ ભાષાઓ અને બે વિષયો ભણાવવામાં આવશે. નવમા ધોરણમાં બે ભાષાઓ અને ત્રણ વિષયો ભણાવવામાં આવશે.
 
નવા રિપોર્ટ કાર્ડ પર સીબીએસઇ સાથે સ્કૂલનો લોગો પણ હશે
 
- સ્કૂલ મેનેજમેન્ટે યુનિફોર્મ રિપોર્ટકાર્ડમાં ડાબી બાજુએ સીબીએસઇનો લોગો લગાવવો ફરજિયાત રહેશે. જમણી બાજુ સ્કૂલનો લોગો રહેશે.
- સ્કૂલોએ ઓનલાઇન પણ રિપોર્ટ કાર્ડ આપવા પડશે. યુનિફોર્મ રિપોર્ટકાર્ડમાં નોલેજ સાથે બીજી પ્રવૃત્તિઓ પણ રહેશે.
- રિપોર્ટકાર્ડમાં વિષયોની સમજણની સાથે જ સ્પોર્ટ્સ અને બીજી પ્રવૃત્તિઓના પર્ફોર્મન્સ પણ હશે.
- તે માટે કો-સ્કોલિસ્ટિક એક્ટિવિટીઝનું બોક્સ છે. તેમાં ‘એ’ ગ્રેડ એટલે કે આઉસ્ટેન્ડિંગ, ‘બી’ એટલે વેરી ગુડ અને ‘સી’ એટલે ફેર માનવામાં આવશે.
- ડિસિપ્લિન કોલમમાં પણ આ આધારે ગ્રેડિંગ થશે. તેનાથી વિદ્યાર્થીઓનો બહુ વધારે રેકોર્ડ રાખવાની ઝંઝટ ખતમ થઇ જશે.
 
6th થી 8th સુધી વર્ષમાં 100-100 માર્ક્સની બે પરીક્ષાઓ
 
ટર્મ-1 : 100 માર્ક્સની રહેશે. 20 માર્ક્સ વિદ્યાર્થીના વ્યવહાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના રહેશે. બાકીના 80 લિખિત પરીક્ષાના.
- 20 માર્ક્સ લિખિત પરીક્ષા પહેલા જ નક્કી કરીને આપી દેવામાં આવશે. તેમાંથી 10 માર્ક્સ પિરિયોડિક ટેસ્ટના રહેશે. સ્કૂલ તરફથી પિરિયોડિક ટેસ્ટની જાહેરાત સુધીમાં આવરી લેવામાં આવેલા સિલેબસને તેમાં સામેલ કરવામાં આવશે.
- બાકીના 10 માર્ક્સ બે જગ્યામાં વહેંચાશે. 5 નોટબુક સબમિટ કરવાના અને 5 માર્ક્સ વિષયો પ્રતિ વિદ્યાર્થીઓની સમજ માટે આપવામાં આવશે.
- આ 20 માર્ક્સ પછીથી 80 માર્ક્સની પરીક્ષા સાથે જોડવામાં આવશે.
 
ટર્મ-2 : 100 માર્ક્સની જ રહેશે. આમાં પણ 20 માર્ક્સ વિદ્યારથીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને 80 માર્ક્સ લિખિત પરીક્ષાના રહેશે.
- 80 માર્ક્સની લિખિત પરીક્ષામાં સિલેબસ થોડો બદલાશે. છઠ્ઠાની પરીક્ષામાં ટર્મ-2 નો સમગ્ર+ટર્મ 1નો 10% સિલેબસ સામેલ થશે.
- સાતમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ટર્મ 2નો સમગ્ર+ટર્મ 1નો 20% સિલેબસ 80 માર્ક્સની લિખિત પરીક્ષામાં સામેલ કરવામાં આવશે.
- આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ટર્મ 2નો સમગ્ર+ટર્મ 1નો 30% સિલેબસ 80 માર્ક્સની લિખિત પરીક્ષામાં સામેલ કરવામાં આવશે. જેથી સમગ્ર સિલેબસ પર પકડ મજબૂત બની રહે.
 
હેતુ: છઠ્ઠા ધોરણથી જ 10મા બોર્ડની તૈયારી થઇ શકે
 
- 2017-18 થી 10મા ધોરણમાં ગ્રેડિંગ થતમ કરીને નંબર સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. પેટર્ન બદલવાનો હેતુ છઠ્ઠા ધોરણથી જ 10મા માટે તૈયારી કરાવવાનો છે.
 
ફાયદો: માઇગ્રેશન પર આસાનીથી એડમિશન થઇ શકશે
 
- રિપોર્ટકાર્ડ એક જ જેવું હોવાને કારણે માઇગ્રેશન (સ્થળાંતર) કરીને બીજા રાજ્યોમાં જનારા વિદ્યાર્થીઓનું એડમિશન સહેલાઇથી થઇ જશે. રિપોર્ટકાર્ડ ઓનલાઇન રહેશે.
 
અત્યારે આ થાય છે: અસેસમેન્ટ અને પરીક્ષાની પેટર્ન એક જ જેવી નથી
 
- કોઇ 3 તો કોઇ 4 પરીક્ષા લે છે. તમામ પરીક્ષાઓની સરેરાશ કાઢીને વાર્ષિક રિઝલ્ટ બને છે. રિપોર્ટકાર્ડની પેટર્ન પણ અલગ-અલગ હોય છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો