સરકારના હાથમાં આવ્યા સીબીઆઈ ડાયરેક્ટર, સિંહા પર કસાયો ગાળિયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના ચૂંગાલમાંથી બચવા માટે સીબીઆઈરૂપી પોપટ પાંખો ફફડાવી રહ્યો છે, પરંતુ તેના ડાયરેક્ટર પર ગાળિયો કસાઈ ચૂક્યો છે. રમત-ગમતમાં સટ્ટાખોરીને કાયદેસરનો દરજ્જો આપવાની હિમાયત કરી ચૂકેલા રણજીત સિંહાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ઉદાહરણ આપતી વખતે રણજીત સિંહા એટલે સુધી બોલી ગયા હતા કે જ્યારે તમે રેપને અટકાવી નથી શકતા, ત્યારે તેને એન્જોય કરવામા આવે છે.
સીબીઆઈ સંમેલનના બીજા દિવસે રણજીત સિંહાએ આ નિવેદન કર્યું હતું. સિન્હાએ સટ્ટાખોરીની સરખામણી રેપ સાથે કરતી વખતે કહ્યું હતું કે, જ્યારે રેપને અટકાવી ન શકાય ત્યારે તેને એન્જોય કરવું જોઈએ. એવી જ રીતે સટ્ટાખોરીને અટકાવી ન શકાય તો તેને કાયદાકીય સ્વરૂપ આપી દેવું જોઈએ.
દરમિયાન ક્રિકેટર રાહુલ દ્રવિડે પણ મત વ્યક્ત કર્યો છે કે, વ્યક્તિગત રીતે તેઓ ક્રિકેટમાં સટ્ટાખોરીની હિમાયત કરે છે. તેમણે કહ્યું હતું કે, ડોપિંગ, ક્ષમતાથી ઓછું પ્રદર્શન, સટ્ટાખોરીમાં ખેલાડીઓની સંડોવણી ની ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
કેવી રીતે કસાશે ડાયરેક્ટર પર ગાળિયો, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.