તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • CBI Arrests BJP MP Over Murder Of RTI Activist Amit Jethwa

મોદીને પડ્યો વધુ એક ફટકો? દિનુ બોઘાની CBIએ કરી ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા હત્યાકેસમાં સીબીઆઈએ જૂનાગઢનાં ભાજપનાં સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરી છે. નવી દિલ્હી ખાતે સીબીઆઈનાં હેડક્વાર્ટર ખાતે સંબંધીત કેસમાં દિનુ બોઘાની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ એજન્સીએ તેની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં દિનુ બોઘાનો ભત્રીજા શિવા સોલંકી સહિત છ શખ્શોની પહેલાથી જ ધરપકડ કરાઈ છે.

અત્રે મહત્વપૂર્ણ છે કે ગીરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મુદ્દે અમિત જેઠવા ચળવળ ચલાવી રહ્યાં હતાં. જે બાબતે વર્ષ 2010માં કેટલાક સ્થાપિત હિતોનાં ઈશારે તેમની હત્યા કરી દેવાઈ હતી. જેઠવાનાં પરિવારજનોએ હત્યા પાછળ દિનુ બોઘા સોલંકીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ