તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીમાં 4 લાખની લાંચ લેનારા મહિલા જજની CBI દ્વારા ધરપકડ, પતિની પણ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : દિલ્હીની તીસ હજારી કોર્ટના સિનિયર સિવિલ જજ રચના તિવારી લખનપાલ અને તેમના પતિ આલોક લખનપાલને સીબીઆઇએ ગુલાબી બાગ ખાતેના તેમના ઘરે એક વકીલ પાસેથી 4 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.આ જજ સમક્ષ ચાલતા એક કેસમાં લોકલ કમિશનર તરીકે નીમાયેલા વકીલ વિશાલ મેહાને તેમને 4 લાખ રૂપિયાની લાંચ આપી હતી. સીબીઆઇએ વકીલ વિશાલની પણ ધરપકડ કરી હતી.

સીબીઆઇના પ્રવક્તા આર. કે. ગૌરે ગુરુવારે અત્રે જણાવ્યું હતું કે દિલ્હીની તીસ હજારી કોર્ટ્સમાં સિનિયર સિવિલ જજ (વેસ્ટ)ની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જજ દ્વારા વિવાદિત મિલકતનું ઇન્સ્પેક્શન કરવા અને અહેવાલ રજૂ કરવા કોર્ટ દ્વારા લોકલ કમિશનર તરીકે નીમાયેલા વિશાલે ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા તેની પાસેથી પોતાના માટે બે લાખ રૂપિયા અને જજ રચના વતી 20 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

પ્રાથમિક પૂછપરછમાં વિશાલે સીબીઆઇના અધિકારીઓને જણાવ્યું કે તેણે લાંચની રકમના પહેલા હપ્તા તરીકે રચનાને પાંચ લાખ રૂપિયા આપવાના છે. ત્યાર બાદ સીબીઆઇની ટીમ છટકું ગોઠવીને તેને રચનાના ઘરે લઇ ગઇ હતી, જ્યાં તેણે રચનાને પાંચ લાખ રૂપિયા આપ્યા. તેમાંથી એક લાખ વિશાલને તેના હિસ્સા તરીકે પાછા આપ્યા હતા. સીબીઆઇએ લાંચના પાંચ લાખ રૂપિયાની રોકડ કબજે લીધી હતી.

જજના ઘરેથી CBIને 94 લાખ રૂપિયાની રોકડ મળી આવી

જજ રચના તિવારી લખનપાલના ઘરે સર્ચમાં સીબીઆઇની ટીમને 94 લાખ રૂપિયાની રોકડ, બે લોકર કી તથા અન્ય સામગ્રી મળી આવી હતી.
અન્ય સમાચારો પણ છે...