તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવેરી વિવાદ: CMએ PMને પત્ર લખીને સ્ટેટ સીએમની બેઠક બોલાવવા કરી માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેંગ્લુરુ: કાવેરી જળ વિવાદ સતત વધી રહ્યો છે. કન્નડ સંગઠનોના રાજવેપારી બંધની પણ ઘણી અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સ્કૂલો અને કોલેજો બંધ કરાવી દેવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ છે. એરપોર્ટ અને બસ સ્ટેન્ડો પર મુસાફરોની ઘણી ભીડ છે. જ્યારે મોટા ભાગની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ અને થિયેટર પણ બંધ છે.
આજનું અપડેટ

- કર્ણાટકનું પાટનર બેંગલુરુ જે તેમની એક કરોડની વસ્તીની પાણીની જરૂરિયાત પુરી કરવા માટે સંપૂર્ણ રીતે કાવેરી પર જ નિર્ભર છે.
- તેમા આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં, જેમાં મોટી સોફ્ટવેર કંપનીઓ ઈન્ફોસિસ અને વિપ્રો સહિત 400 બહુ રાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે.
- શહેરમાં પાણીના અભાવના કારણે બેંગલુરુએ શુક્રવારે જાહેર રજા જાહેર કરી દીધી હતી.
- સરકારી સ્કૂલ-કોલેજમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તેમને રજા આપી દેવામાં આવી હતી.
- સવારના સમયે બેંગલુરુ મેટ્રો ટ્રેન પણ ચાલતી નહોતી.
- આજે કન્નડ સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- આ ઉપરાંત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીએમને પત્ર લખીને સ્ટેટ્સ સીએમની બેઠક બોલાવીને કાવેરી પ્રશ્નનો ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું.
- દિવસ દરમિયાન પોલીસ અને જય કર્ણાયકના કાર્યકરો વચ્ચે પણ અથડામણ થઈ હતી.
શું છે કાવેરી મુદ્દો
- સુપ્રીમ કોર્ટે કર્ણાટકને સોમવારે આગામી દસ દિવસ સુધી રોજ કાવેરી નદીનું 15 હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે.
- જેથી અહીંના ખેડૂતોની સ્થિતિ સુધરી શકે.
- તામિલનાડુમાં પાકને ભારે નુકસાન થયું હોવાની નોંધ લેતાં જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ યુ. યુ. લલિતની બેન્ચે કર્ણાટકને આદેશ આપ્યો છે કે તે તામિલનાડુને પાણી પૂરું પાડે.
- કાવેરી વોટર ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા અંતિમ આદેશ અનુસાર પાણી છોડવામાં આવી રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવા માટે સુપ્રીમે તામિલનાડુ સરકારને ત્રણ દિવસમાં સુપરવાઇઝરી કમિટી નીમવા માટે પણ જણાવ્યું છે.
- કોર્ટે સુપરવાઇઝરી કમિટીને પણ આદેશ આપ્યો છે કે તે આગામી દસ દિવસમાં તામિલનાડુના કેસ અંગેનો નિર્ણય લે.
- બેન્ચે જણાવ્યું હતું કે અમારા અનુસાર કર્ણાટક દસ દિવસ માટે પાણી છોડે તે યોગ્ય રહેશે.
આગળની સ્લાઈડમાં જુઓ બેંગલુરુમાં વિરોધ પ્રદર્શનની વિવિધ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો