તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવેરી જળ વિવાદ: કર્ણાટકમાં હિંસા- પોલીસ ફાયરિંગમાં એકનું મોત, CM કરશે હાઈ લેવલ મીટિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરૂ/ચેન્નાઈ : સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે કર્ણાટક તથા તામિલનાડુ વચ્ચે શરૂ થયેલો ગજગ્રાહ, સામાન્ય જનતા સુધી પહોંચ્યો છે. સામે-સામેની હિંસામાં 108થી વધુ વાહનોને સળગાવી દેવાયાં છે, જ્યારે 60થી વધુ દુકાનોમાં લૂંટફાટ કરવામાં આવી છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના મૈસુરુ ખાતેના નિવાસસ્થાનને આગ ચાંપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
સુપ્રીમ ઓર્ડરનો માનવો મુશ્કેલ છે પરંતુ અમે તેનું પાલન કરીશું: CM સિદ્ધારમૈયા
- અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
- હું વડાપ્રધાનને વિનંતી કરુ છું કે તેઓ તામિલનાડુના સીએમ જયલલિતાને પણ બોલાવે અને આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે.
- ગઈ કાલેથી મૈસુર રોડ ઉપર પણ થોડી તકલીફ ઊભી થઈ છે તેથી અમે ત્યાં પણ સિક્યુરિટી ફોર્સ મોકલીને પરિસ્થિતિની નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.
- હિંસક પ્રદર્શન કરવાથી કોઈ મુશ્કેલીનો અંત નથી આવતો. આપણે સમાજમાં શાંતિ જાળવવી જોઈએ.
- સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં ગણેશ ચતુર્થી, ઓનમ અને બકરી ઈદની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં પણ વધારે સિક્યુરિટી ફોર્સ મુકવામાં આવી છે.
- સિદ્ધારમૈયાએ પરિસ્થિતિને નોર્મલ બનાવવા માટે મીડિયાની પણ હેલ્પ માગી.
- પોલીસ ફાયરિંગમાં જીવ ગુમાવનારને રૂ. 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરાઈ.
- સુપ્રીમ કોર્ટનો ઓર્ડ માનવો મુશ્કેલ છે તેમ છતા તે ઓર્ડરનું પાલન કરીને અમે છ દિવસ પાણી રિલીઝ કરીશું.
- જનતાએ કાયદો તેમના હાથમાં ન લેવો જોઈએ અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડવુ જોઈએ.
- કાવેરી મુદ્દે છેલ્લા કેટલાય દાયકાથી અમારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
અન્ય અપડેટ્સ

- કર્ણાટકના સીએમ દ્વારા આજે તેમના ઘરે સીનિયર કોંગ્રેસ લીડરની હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવી છે.
- કર્ણાટકના માંડ્યામાં પ્રો-કન્નડ એક્ટિવિસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.
- બેંગલુરુમાં પણ પ્રો-કન્નડ એક્ટિવિસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
- CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ), CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ), ITBP (ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ) RAF (રેપિડ એક્શન ફોર્સ) દ્વારા બેંગલુરુ સિટી પોલીસને મદદ કરવામાં આવશે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
- આ વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે અને ઈમરજન્સી માટે 100 નંબર ડાયલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- કર્ણાટકના લો મિનિસ્ટર ટીબી જયચન્દ્રએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતમાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
- બેંગલુરુ પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલ સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
- એકલા બેંગલુરૂમાં સુરક્ષા માટે પોલીસ તથા અર્ધલશ્કરી દળોના 15 હજારથી વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
- પોલીસ ફાયરિંગમાં સોમવારે એક શખ્સનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. જ્યારે 200 અન્યની ધરપકડ કરવામાં આવી છે.
મોદીએ શાંતિ જાળવી રાખવા કરી અપીલ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના હિંસાચક્ર પર ચિંતા પ્રગટ કરી છે.
- મોદીના કહેવા પ્રમાણે, "હું તામિલનાડુ તથા કર્ણાટકની જનતા સંવેદનશીલતા દેખાડે અને નાગરિક તરીકેની ફરજોનું પાલન કરે.
- તાજેતરના ઘટનાક્રમથી વ્યક્તિગત રીતે મને દુખ થયું છે. લોકશાહીમાં સંયમ અને પરસ્પર સંવાદ દ્વારા દરેક સમસ્યાને ઉકેલી શકાય છે.
- મને વિશ્વાસ છે કે, અન્ય બાબતોની સરખામણીએ તમે રાષ્ટ્રીય હિત તથા રાષ્ટ્ર નિર્માણને ઉપર રાખશો.
- શાંતિ અને સમસ્યાનો ઉકેલ, આપણી પ્રાથમિક્તામાં હોવા જોઈએ.
જયલલિતાએ તાત્કાલિક મીટિંગ બોલાવી

- સોમવાર સવારના રોજ ચેન્નઇની એક હોટલ પર કથિત રીતે એક તમિલ સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો.
- હુમલાખોરો દ્વારા હોટલના કાચ તોડવામાં આવ્યા અને પત્રિકાઓ ફેંકવામાં આવી જેનાં લખ્યું હતું કે કર્ણાટકમાં તમિલ લોકો પર હુમલો થશે તો તેનો બદલો લેવામાં આવશે. આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી.
- પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાટકથી આવનાર યાત્રીઓના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા.
- સ્થિતિ બગડતા જયલલીતાએ એક ઇમરજન્સી મીટીંગ બોલાવી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની કોમેન્ટથી વકરી સ્થિતિ. વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો