કાવેરી વિવાદ: તમિલનાડુ બંધ, DMK કાર્યકરોએ કર્યું 'રેલ રોકો' આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસર: કાવેરી જળ વિવાદના કારણે તમિલનાડુ અને કર્ણાટકમાં વિરોધ-પ્રદર્શનો યથાવત્ છે. શુક્રવારે તમિલનાડુ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને તમિલનાડુના વિપક્ષી ડિએમકે સહિસ તમામ રાજકીય દળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. રાજ્યમાં સત્તાધારી એઆઈએડીએમકે અને બીજેપીએ આ વિરોધ પ્રદર્શનથી અંતર રાખ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ડિએમકે કાર્યકરો દ્વારા ઘણાં વિસ્તારોમાં પ્રદર્શન કર્યા છે અને હોસરમાં કાર્યકરોએ 'રેલ રોકો' આંદોલન પણ કર્યું હતું. તે સાથે જ MDMKના નેતા વાઈકોની પણ અટકાયત કરવામાં આવી છે.

બંધની તમિલનાડુમાં જોવા મળી અસર

- બંધની તમિલનાડુમાં વ્યાપક અસર જોવા મળી છે.
- ચેન્નાઈ સહિત તમામ વિસ્તારોમાં દુકાન, ઓફિસ, સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે.
- સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા ભાગના વિસ્તારમાં પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે.
- કર્ણાટક સરકારે તમિલનાડુમાં રહેતા કન્ન્ડ લોકો માટે સુરક્ષાની અરજી કરી છે.
- સવારથી જ ઘણાં વિસ્તારોમાં વિરોધ-પ્રદર્શન શરૂ થઈ ગયા છે.
- મોટા ભાગના કાર્યકર્તાઓ રોડ પર આવી ગયા છે અને કર્ણાટક સામે પ્રદર્શન થઈ રહ્યા છે.
- રાજકીય દળો દ્વારા ઘણાં વિસ્તારોમાં રસ્તા જામ કરી દેવામાં આવ્યા છે અને 'રેલ રોકો' આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે.
શું છે કાવેરી વિવાદ અને કેમ ભડકી હિંસા તે જાણવા કરો આગળની સ્લાઈડ ક્લિક
અન્ય સમાચારો પણ છે...