• Gujarati News
  • Andhra Pradesh: 8 Killed In Blast At East Godavari Firecracker Factory

આંધ્રપ્રદેશઃપૂર્વી ગોદાવરીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર ધમાકો, ૧૩ના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની કાકીનાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.)
હૈદરાબાદ. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, આંધપ્રદેશમાં પૂર્વી ગોદાવરી જિલ્લામાં આવેલી એક ફેક્ટરીમાં જોરદાર ધમાકો થયો છે. આ ધમાકામાં ૧૩ લોકોના મોત થયાના સમાચાર પણ આવ્યા છે.
સિનિયર પોલિસ ઓફીસરે ટેલિફોન પર માહિતી આપી હતી કે, ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં મોટો ધડાકો થયો હતો. પોલિસે ૮ લોકોના શબ બરામદ કર્યા છે. ઉપ્પડા કોથાપલ્લી ખાતે ફટાકડા બનાવવાનું આ યુનિટ પાંચ કિલોમીટર દૂર આવેલું છે.
પોલિસ અને અગ્નિશામક દળો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગયા છે. ઈજાગ્રસ્તોને નજીકની કાકીનાડા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલિસ ઓફીસરે જણાવ્યું હતું કે, ધડાકો થવાના કારણે તાત્કાલિક રીતે જાણી શકાયા નથી. મામલાની તપાસ ચાલુ છે.