• Gujarati News
  • Case Filed Against Salman Khan For Hurting Religious Sentiments

લોકોની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડવાનો સલમાન સામે કેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સલમાન ખાનની ફાઈલ તસવીર)

*રેમ્પ વોક કરનારી યુવતીઓના ડ્રેસના નીચેના ભાગમાં લખ્યું હતું 'અલ્લાહ'

યવતમાલ: ફિલ્મ અભિનેતા સલમાન ખાન સામે યવતમાલ પોલીસે લોકોની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે, સલમાનની સંસ્થા 'બિંગ હ્યુમન' દ્વારા આયોજીત ફેશન શોમાં રેમ્પવોક કરનારી છોકરીઓના પોષાકના નીચેના ભાગ પર અલ્લાહ શબ્દ લખેલો હતો.

મળતી માહિતી પ્રમાણે, યવતમાલ પોલીસ સમક્ષ ઓલ ઈન્ડિયા કોમી તંજીમના આસીમ અલીએ ફરિયાદ દાખલ કરાવી હતી. મંગળવારે નોંધાવેયીલ ફરિયાદની બુધવાર સુધી તપાસ ચાલુ રાખી હતી. બાદમાં પ્રાથમિક તપાસના આધારે તા. 10મી સપ્ટેમ્બરના સલમાન ખાન સામે ભારતીય દંડ સંહિતાની કલમ 295-એ તથા 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મોડલના ડ્રેસની તસવીર માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.