• Gujarati News
  • Cartoon Of Modi Advani And Rajnath On Raipur Mayor Facebook Wall

મેયરના ફેસબુકની વોલ પર મોદી-અડવાણીને ગધેડા દર્શાવતું કાર્ટુન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપે માફીની કરી માંગણી
અન્યથા ગંભીર પરિણામો ભોગવવા આપી ચેતવણી

રાયપુરના મેયર કિરણમયી નાયકે તેમની ફેસબુકની વોલ પર એક એવું કાર્ટુન પોસ્ટ કર્યું છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહને ગધેડા કહ્યાં છે.

ભાજપે મેયર કિરણમયી નાયકની માફીની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અન્યથા આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. અનેક લોકો આ પોસ્ટને લાઈક કરી રહ્યાં છે અને શેયર પણ કરી રહ્યાં છે. મોડી રાત્રી સુધીમાં આ મુદ્દે અલગ-અલગ ટિપ્પણીઓ આ અંગે થવા લાગી હતી.

ભાજપના પ્રવક્તા શિવરતન શર્માના કહેવા પ્રમાણે, આ કાર્ટુન દ્વારા મેયરની વ્યક્તિગત અને તેમની પાર્ટીની માનસિક્તા છતી થઈ રહી છે. આ પોસ્ટમાં મેયરની સરખામણી જે પ્રાણી સાથે કરવામાં આવી છે, લાગે છે કે, મેયર પણ એ જ પ્રાણીની બુદ્ધિ ધરાવે છે. તેઓ પોસ્ટ હટાવે અને માફી માંગે, અન્યથા તેના પરિણામો ભોગવવા તૈયાર રહે.