તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PHOTOS: રેલિંગ સાથે કાર ટકરાઈ અને અગનગોળામાં ફેરવાઈ ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના જયુપરમાં શિપ્રાપથ નાળા પાસે બનેલા પુલિયાની રેલિંગ સાથે ગાડીની ટક્કર લાગી અને પછી તે અગનગોળામાં પલટાઈ ગઈ હતી. મંગળવારે રાત્રે 12 કલાકે બનેલી આ ઘટના અંગે રાહદારીઓ અને પોલીસે મળીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

કોલ મળતા લાયબંબો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને લગભગ અડધો કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી.

ઘટનાસ્થળે ઉપસ્થિત સ્ટેશન ઈન્ચાર્જ નરેન્દ્ર દાયમાએ જણાવ્યું કે રેલિંગ સાથે ગાડી ટકરાઈ અને ત્યારબાદ આગ લાગતા બળીના સંપૂર્ણ રાખ થઈ ગઈ હતી. કારચાલક અંગે કોઈ પત્તો લાગ્યો નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ગાડી અથડાયા બાદ આગ લાગતા ડ્રાઈવર કાર મૂકીને ભાગી ગયો હતો. ચાલક નશામાં ડ્રાઈવિંગ કરતો હતો કે તેમ તેવો ગણગણાટ સ્થળ પર લોકો કરતા નજરે પડ્યા હતા.

ગાડીમાં આગ લાગતા બળીને રાખ થઈ ગઈ હતી, વધુ તસવીરો જોવા સ્લાઈડ આગળ સ્ક્રોલ કરો...