તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાગઠબંધન અતૂટ છે અને રહેશે, મોદી અને શાહના ઇશારે થયો કેસ: તેજસ્વી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટનાઃ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના એક સિક્યોરિટી ગાર્ડે બુધવારે મીડિયાના લોકો સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન તેજસ્વી પોતે પણ ત્યાં જ હતા અને બધું જોઈ રહ્યાં હતુ, પરંતુ તેઓએ પોતાના ગાર્ડસને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. વિવાદ વધ્યાં બાદ તેઓએ ગુરૂવારે એક વીડિયો ટ્વિટ કર્યો છે અને તેવું જણાવવાનો પ્રયાસ કર્યો છે કે મીડિયાકર્મીઓ કઈ રીતે ખોટું બોલી રહ્યાં છે. આ વીડિયોનું ટાઈટલ આપ્યું છે. “ તેજસ્વી યાદવ પર મીડિયા દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોની સત્યતા તમે પોતે જ જુઓ” તેજસ્વી કેબિનેટ મીટિંગમાં ભાગ લેવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. મીટિંગ પછી જયારે તેઓ પરત ફર્યા ત્યારે મીડિયા તેમને સવાલ કરવા માટે આગળ વધ્યું હતું. આ બધું તેજસ્વીના સિક્યોરિટી ગાર્ડને પસંદ ન પડ્યું અને તેઓએ પત્રકારો પર હુમલો કર્યો હતો.
 
2 મિનિટ 8 સેકન્ડના વીડિયોમાં શું છે?
 
- તેજસ્વીએ પોતાના ટ્વિટર પર 2 મિનિટ 8 સેકન્ડનો વીડિયો મુક્યો હતો. આ વીડિયોમાં 7 જગ્યાએ ટેકસ્ટ મેસેજ આપીને તેવું બતાવવાનો પ્રયાસ કર્યો છે તેજસ્વી અને તેના ગાર્ડસ દ્વારા કંઈજ ખોટું કરવામાં નથી આવ્યું. મીડિયાના કર્મચારીઓ જ તેમને કામ કરવા દેતા ન હતા.
- 10 સેકન્ડઃ જુઓ પોતાની ડ્યૂટી કરી રહેલા સિક્યોરિટી ગાર્ડસને મીડિયા કર્મચારીઓ કઈ રીતે પરેશાન કરી રહ્યાં છે.
- 35 સેકન્ડઃ આ વીડિયોમાં તેજસ્વી યાદવ મીડિયા કર્મચારીને એક જગ્યાએ એકઠાં થવાની અપીલ કરે છે, પરંતુ મીડિયાવાળા તેમનું નથી સાંભળતા.
- 52 સેકન્ડઃ આ જુઓ માઈકના કારણે તેજસ્વીના માથા પર ઈજા પહોંચી. વીડિયોમાં આ મેસેજ લાલ, ઘાટ્ટા અક્ષરમાં દેખાડવામાં આવ્યો છે.
- 1:10 મિનિટઃ તેજસ્વી મીડિયા વચ્ચે ઘેરાઈને બાઈટ આપી રહ્યાં છે.
- 1:22 મિનિટઃ તે સમયે જ બીજી બાજુ મીડિયાવાળા સિક્યોરિટી ગાર્ડને મારી રહ્યાં છે. (અહિં ટેકસ્ટ લખાયો છે કોલર પકડીને માર મરાયો)
- 1:29 મિનિટઃ મીડિયા કર્મચારીએ પહેલાં થપ્પડ માર્યા. પછી કેમેરો માથામાં માર્યો.
- 2:01 મિનિટઃ  માન્યું કે સિપાહી ગરીબ છે. પ્રભાવહીન છે પરંતુ તેઓ પણ મનુષ્ય છે. તેમનું પણ માન સન્માન છે. કારણ વગર માર ખાઈને ચુપ કેમ રહે?
 
બુધવારે શું થયું હતું?
 
- તેજસ્વી વિરુદ્ધ તાજેતરમાં જ સીબીઆઇએ ગોટાળાના આરોપમાં કેસ નોંધાવ્યો છે. એફઆઇઆર નોંધાવ્યા પછી તેણે મીડિયા સાથે વાત નહોતી કરી. બુધવારે જ્યારે તેઓ કેબિનેટ મીટિંગ માટે વિધાનસભા પહોંચ્યા તો મીડિયાના લોકો તેમની તરફ આગળ વધ્યા.
- તેજસ્વીના સિક્યોરિટી ગાર્ડ્સે કેમેરામેન અને રિપોર્ટર સાથે પહેલા ધક્કામુક્કી અને પછીથી મારપીટ કરી. તેજસ્વી આ બધું જોતા રહ્યા. આ દરમિયાન જ કેટલાક સિનિયર પત્રકારોએ વચ્ચે પડીને બચાવની કોશિશ પણ કરી પરંતુ સફળ ન થયા.
 
દરોડા દરમિયાન થયો હતો હુમલો
 
- કેટલાક દિવસ પહેલા જ લાલુના પટનાવાળા ઘર સહિત 12 જગ્યાઓ પર સીબીઆઇએ દરોડો પાડ્યો હતો.
- આ દરમિયાન પણ મીડિયા ત્યાં ભેગું થઇ ગયેલું. ત્યારે RJDના લોકોએ મીડિયા સાથે ખરાબ વર્તન કર્યું હતું.
 
પાર્ટીએ કહ્યું – મારપીટ અયોગ્ય
 
- લાલુની પાર્ટી RJDના પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું કે, “ મીડિયાની સાથેનો વ્યવહાર અયોગ્ય હતો. અમે તેની નિંદા કરીએ છીએ. મેં અનેક વખત પત્રકારોના સવાલોના જવાબ આપ્યાં છે, પરંતુ આ પ્રકારનું કામ કયારેય નથી કર્યું.”
 
ભાજપની માગ – સીએમ કરે કાર્યવાહી
 
- ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ કહ્યું કે, “ પત્રકારોની સાથે આ રીતેની વર્તણૂંક અયોગ્ય છે. સીબીઆઈના દરોડા હતા તે દિવસે પણ RJDના કાર્યકર્તાઓએ પત્રકારોને ગાળો આપી હતી. ભાજપ નીતિશકુમાર સમક્ષ કાર્યવાહીની માગ કરે છે.”
 
અન્ય સમાચારો પણ છે...