તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહીં પૂજા થાય છે બુલેટની, પ્રસાદમાં ચડે છે દારૂ, જાણો Shocking કહાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરઃ રાજસ્થાનના પાલી વિસ્તારમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાનની નહીં પરંતુ બુલેટની પૂજા કરવામાં આવે છે. પ્રસાદમાં લાડુના સ્થાને દારૂની બોટલો ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાને કારણે એક્સિડેન્ટ નથી થતું અને અહીંના બાબા શ્રદ્ધાળુઓની રક્ષા કરે છે. 
 
 

વારંવાર બુલેટ થઈ જતી હતી ગાયબ

- રાજસ્થાનનાં પાલી વિસ્તારમાં ઓમ સિંહ રાઠોડ નામના એક વ્યક્તિ રહેતા હતા. તે એક દિવસે પોતાના સાસરીથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમનું બુલેટ ઝાડ સાથે ટકરાયું અને તેમાં તેમનું મોત થયું હતું.
- ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને બુલેટને પોલીસ સ્ટેશનમાં મુકી દીધી હતી.
- બુલેટ પોલીસ સ્ટેશનથી ગાયબ થઈ જતા પોલીસકર્મીઓ તપાસ કરતા તે અકસ્માત સ્થળેથી મળી આવી હતી.
- પોલીસકર્મીઓ ફરી બુલેટને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા અને તેને સાંકળોથી બાંધી દીધી. તેમ છતાં બીજા દિવસે પણ તે ગાયબ થઈ અકસ્માત સ્થળે પહોંચી ગઈ. આવું ઘણા દિવસો સુધી વારંવાર બનવા લાગ્યું.
 
કેવી રીતે બન્યું મંદિર

- સ્થાનીક લોકોએ આ ઘટનાને ચમત્કાર માન્યું અને તે સ્થળે જ બુલેટ રાખી મંદિરની સ્થાપ્ના કરી. આ મંદિરને બુલેટ મંદિર નામ આપવામાં આવ્યું.
- લોકોએ બુલેટની પૂજા શરૂ કરી દીધી હતી અને એક દિવો જલાવ્યો હતો જે હંમેશા બળતો રહે છે.
- એવુ કહેવામાં આવે છે કે ઓમ સિંહની આત્મા આજેય પણ હાજર છે.
- અહીં સ્થાનિક પોલીસકર્મીઓ પણ દર્શન માટે આવતા હોય છે. 
- એક માન્યતા પ્રમાણે જે દિવસથી મંદિર બન્યું છે ત્યારથી આ સ્થળે કોઈ દુર્ઘટના નથી થઈ. જ્યારે આ વિસ્તારમાં વધુ એક્સિડેન્ટ થતા હતા. 
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...