તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ Live: નાણાપ્રધાન જેટલી નોર્થ બ્લોક પહોંચ્યા, રજૂ કરશે ત્રીજું બજેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : નાણાપ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં ધનવાનો પાસેથી ટેક્સ વસૂલવાની જાહેરાત કરી. જોકે, સર્વિસ ટેક્સ પર સેસ નાખીને મધ્યમ વર્ગને નથી છોડ્યો. રાહતની બાબતમાં આ બજેટ ખેડૂતો અને ગરીબોને માટે હતું. કરદાતાઓને ખાસ રાહત નહોતી મળી. સોમવારની જાહેરાત બાદ મંગળવારે રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે, 60% કોન્સ્ટ્રિબ્યુશન પર નહીં, પરંતુ તેના વ્યાજ પર ટેક્સ લાગશે. મુખ્ય ત્રણ બાબતો પર આપી સ્પષ્ટતા..
1. ન્યૂઝ એજન્સી પીટીઆઈના કહેવા પ્રમાણે, હસમુખ અઢિયાના કહેવા પ્રમાણે, "તા. 1 એપ્રિલ 2016 પછી થી એમ્પોઈઝ પ્રોવિડન્ડ ફંટમાં જમા થનાર 60 કોન્ટ્રિબ્યુશનના માત્ર વ્યાજ પર જ ટેક્સ લાગશે. પ્રિન્સિપાલ એમાઉન્ટ ટેક્સ ફ્રી રહેશે. "
2. "દર મહિને રૂ. 15 હજાર સુધી કમાનારા એમ્પલોઈઝને ઈપીએફના પ્રસ્તાવિત ટેક્સેશનના વ્યાપથી બહાર રાખવામાં આવશે.

3. પબ્લિક સેક્ટર પ્રોવિડન્ટ ફંડમાં કોન્ટ્રિબ્યુશનને ટેક્સ મુક્તિ મળતી રહેશે. તેના વિડ્રોલ પર કોઈ ટેક્સ નહીં લાગે. "

પીએફ અંગે શું જાહેરાત કરી હતી?
- જેટલીએ જાહેરાત કરી હતી કે, તા. 1 એપ્રિલ 2016થી પ્રોવિડન્ટ ફંડ પર પણ ટેક્સ લાગશે.
- અત્યાર સુધી કમ સે કમ પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનારના પીએફ પર કોઈ ટેક્સ લાગતો ન હતો.
બજેટ બાદ શા માટે થયું કન્ફ્યુઝન?

- બજેટ બાદ એક ટેક્સ પ્રપોઝલ બાદ એવું માનવામાં આવ્યું હતું કે, તા. 1 એપ્રિલ બાદ પીએફ એકાઉન્ટમાં જે રકમ જમા થશે, તેની 60 ટકા એમાઉન્ટ પર ટેક્સ આપવાનો રહેશે. આ દર જે-તે વર્ષે પ્રવર્તમાન ટેક્સના દર પ્રમાણે રહેશે.
- મતલબ કે જો તમે તા. 31મી ડિસેમ્બર 2013ના નિવૃત થયા હોત તો તા. 1 એપ્રિલ 2016થી લઈને તા. 31 ડિસેમ્બર 2016 દરમિયાન એકઠી થયેલી રકમના 60 ટકા પર ટેક્સ ચૂકવવો પડ્યો હોત. બાકીની 40 ટકા રકમ પર કોઈ ટેક્સ ન લાગ્યો હોત.
- આ નિર્ણયની અસર દેશભરમાં પીએફ જમા કરાવનારા છ કરોડ લોકો પર પડી હોત.
રાહત

- નવા ભરતી થયેલા કર્મચારીના પગારમાંથી પહેલા ત્રણ વર્ષ સુધી પીએફની રકમ કપાશે નહીં. એમ્પોઈના ભાગની રકમ પણ સરકાર કોન્ટ્રિબ્યુટ કરશે.
- જો કે એ સ્પષ્ટ નથી થયું કે આ રાહત સરકારી નોકરિયાતો માટે છે કે ખાનગીક્ષેત્રના કર્મચારીઓ માટે કે બંને માટે ?
પીએફ પર ટેક્સનો રાજકીય પક્ષોએ કરેલો વિરોધ
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહેલું, "મેં અનેક લોકો સાથે વાતચીત કરી હતી. તેઓ ગુસ્સામાં છે. EPF/PPFની રકમ ઉપાડવા માટે તેમણે ટેક્સ આપવો પડસે. ધનવાનોના દેવાં માફ થઈ રહ્યાં છે. બ્લેક મની એકઠું કરનારાઓને પણ રાહત મળી રહી છે. "
- ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ બૈદ્યનાથ રાયે કહ્યું હતું, "આ એક શરમજનક નિર્ણય છે. મજૂર તેના ભવિષ્યને સલામત બનાવવા માટે નાણા એકઠા કરે છે. આજે સરકારે તેની ઉપર ટેક્સ નાખ્યો છે. આથી વધુ જઘન્ય કોઈ કૃત્ય ન હોય શકે. "
- કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું, " સરકારના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરશે. કોંગ્રેસ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. "
#1 ધનવાનો માટે શું ?

- જેટલીના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, રૂ. એક કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવનારા ધનવાનો પર વાર્ષિક 12 ટકાથી વધારીને 15 ટકા સરચાર્જ લગાવવામાં આવે.
- ધનવાનો દ્વારા ખરીદવામાં આવતી SUVs પર ચાર ટકા સેસ તથા રૂ. 10 લાખથી વધુની કાર પર વધારાનો એક ટકા સરચાર્જ લાગુ પડશે.
- રૂ. 10 લાખથી વધુનું ડિવિડન્ડ પણ ટેક્સેબલ રહેશે.
વાસ્તવમાં

- ન્યૂ વર્લ્ડ વેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે, દેશમાં રૂ. એક કરોડથી વધુની આવકવાળા કરદાતાઓની સંખ્યા 2.36 લાખ છે.
- ગત વર્ષે સરકારે સુપર રિચ ટેક્સ વધાર્યો હતો. જેમાંથી વધારાની રૂ. 7500 કરોડની આવક થઈ હતી.

#2 ગરીબો તથા ખેડૂતોને શું આપ્યું ?

- રૂ. બે હજાર કરોડના ખર્ચે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગેસ કનેકશન આપવામાં આવશે.
- મફતમાં દોઢ કરોડ ગેસ કનેકશન્સ અપાશે. બે વર્ષમાં પાંચ કરોડ ગરીબ પરિવારોને લાભ થશે.
- આ ગેસ કનેકશન્સ મહિલાઓ માટે હશે.

હકીકત

- સરકારે ગેસ સબસિડી છોડવા માટે એક સ્કિમ શરૂ કરી હતી.
- અત્યારસુધીમાં 75 લાખ લોકો સબસિડી છોડી ચૂક્યા છે. મતલબ કે આટલા કનેકશન્સનું ભારણ સરકાર પર નથી આવ્યું.
- સરકાર ઈચ્છે છે કે ગરીબો કેરોસિન તથા લાકડા જેવા આરોગ્ય તથા પર્યાવરણ માટે નુકસાનકારક વિકલ્પોને છોડીને ગેસ તરફ વળે.
- ખેડૂતો-ગામડાંઓ માટે જાહેરાત કરતા જેટલીએ કહ્યું હતું કે, ખેતી માટે કુલ દેવું રૂ. નવ લાખ કરોડનું હશે.
- મનરેગા માટે રૂ. 38 હજાર 500 કરોડનું ફંડ આપ્યું છે. જે અત્યારસુધીની સૌથી મોટી ફાળવણી છે.
- ગામડાઓમાં વીજળી માટે 8500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- સિંચાઈ માટે રૂ. 20 હજાર કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે.
- ખેડૂતોને લોનમાં મદદ કરવા માટે રૂ. 15 હજાર કરોડની ફાળવણી
- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે.

#3 આમ આદમી માટે ક્યાંક ખુશી, ક્યાંક ગમ

આ મળ્યું....

- ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી.
- પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવકથી ઓછી આવકવાળાઓ માટે ટેક્સ સિલિંગ રૂ. બે હજારથી વધારીને રૂ. પાંચ હજાર કરી દીધી. આ શ્રેણીમાં લગભગ પાંચ કરોડ કરદાતા આવે છે.
- પ્રથમ વખત ઘર ખરીદનારના વ્યાજમાં રૂ. પચાસ હજારની છૂટ. જે મકાનની કિંમત રૂ. પચાસ લાખથી ઓછી હોય, તેમને જ આ છૂટ મળશે.
- જેમની પાસે પોતાનું મકાન નથી અને નોકરીદાતા પાસેથી હાઉસ રેન્ટલ એલાઉન્સ નથી મળતું, તેમના માટે 80 જીજી હેઠળ હાઉસ રેન્ટમાં છૂટ રૂ. 24 હજારથી વધારીને રૂ.60 હજાર (વાર્ષિક) કરી દેવામાં આવી છે.

આ બાબતોમાં રાહત નહીં...

- નાની કારો પર એક ટકા તથા ડિઝલ કારો પર 2.5 ટકા ટેક્સ નાખવામાં આવ્યો છે.
- તા. 1 જૂનથી સર્વિસ ટેક્સ 14.5 ટકાથી વધીને 15 ટકા થયો.

મહિલાઓ માટે...

- ગરીબોને દોઢ કરોડ ફ્રી ગેસ કનેકશન્સ આપવામાં આવશે. જે મહિલાના નામે હશે.

વૃદ્ધો માટે...

- બીપીએલ હેઠળ આવતા સીનિયર સિટિઝન્સને વાર્ષિક રૂ. 1.30 લાખનું હેલ્થ કવર મળશે.

#4 શું સસ્તું અને શું મોંઘું?

સસ્તું

- મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ
- ડાયાલિસિસ ઇક્યુપમેન્ટ્સ
- દિવ્યાંગોને કામમાં આવતાં ઉપકરણો

મોંઘું

- SUVs પર 4% સેસ લાગશે, રૂ. દસ લાખથી વધુ કિંમતની ગાડીઓ પર એક ટકાનો વધારાનો સરચાર્જ લાગશે.
- નાની કારો પર એક ટકા તથા ડિઝલ કારો પર અઢી ટકાનો ટેક્સ વધારવામાં આવ્યો છે.
- બીડીને બાદ કરતાં તમામ સિગારેટ પ્રોડક્ટ્સ પરની એક્સાઈઝ ડ્યુટી દસ ટકાથી વધારીને પંદર ટકા કરી દેવામાં આવી છે.
- ગોલ્ડ, જ્વેલરી, રેડિમેડ- બ્રાન્ડેડ કપડા, હીરા, ઝવેરાત, કોલસો વગેરે મોંઘા થશે.

#5. સર્વિસ ટેક્સ વધારતાં શું થશે?

- સર્વિસ ટેક્સ 14.5 ટકા થી વધારીને 15 ટકા થયો છે. તેની ઉપર 0.5 ટકાનો કૃષિ કલ્યાણ સેસ લાદવામાં આવ્યો છે.
- બિલ બેઝ્ડ સર્વિસ જેવા રેલ-એર ટિકિટ, મોબાઈલ બિલ્સ, રેસ્ટોરન્ટ્સ, મૂવી ટિકિટ્સ, બ્યુટી પાર્લર સર્વિસ, ઈન્સ્યોરન્સ પોલિસી.

#6. સેન્સેક્સની પ્રતિક્રિયા?

- જેટલીએ તેમની બજેટ સ્પીચ ચાલુ કરી ત્યારે સેન્સેક્સ 23,120 પર હતો.
- સ્પીચ દરમિયાન સેન્સેક્સ ગગડતો રહ્યો હતો. એક તબક્કે તે ઘટીને 22,658ની સપાટી પર પહોંચી ગયો હતો.
- જેટલીની સ્પીચ પૂર્ણ થઈ તે પછી તેમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 22,758 પોઈન્ટ્સ પર હતો.

#7. ઈન્ડસ્ટ્રી સેક્ટરને શું મળ્યું?

- સરકારી બેન્કોને રૂ. 25 હજાર કરોડનું ફંડ
- સરકારી બેન્કોમાં સરકારનો હિસ્સો 52 % મર્યાદિત કરવામાં આવશે.
- કંપનીઝ એક્ટ 2013માં ફેરફાર કરાશે.
- એક દિવસમાં કંપની ખુલી શકશે. જેને સ્ટાર્ટઅપ્સ માટે મોટી જાહેરાત માનવામાં આવે છે.

#8. માળખાકીય સુવિધાઓ વધારવા માટે જાહેરાત

- 10 હજાર કિલોમીટર લાંબા નવા હાઈવે બનાવવામાં આવશે. તેના માટે રૂ. 97 હજાર કરોડની ફાળવણી.
- 50 કિલોમીટરના નવા સ્ટેટ હાઈવેઝ બનાવવામાં આવશે.
- મુસાફર પરિવહનના ક્ષેત્રમાં પરમિટરાજને સમાપ્ત કરાશે.
- 160 હવાઈ મથક તથા એર સ્ટ્રીપ્સને વિકસાવવામાં આવશે.
- માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂ. બે લાખ કરોડની ફાળવણી.
- રાજ્યો પણ નેશનલ હાઈવેની તર્જ પર ધોરીમાર્ગોનો વિકાસ કરવા માંગે છે. એટલે બે પ્રકારે ફાળવણી કરવામાં આવી છે.

#9. એજ્યુકેશન તથા રોજગાર ક્ષેત્ર માટે શું ?

- હાયર એજ્યુકેશન માટે રૂ. એક હજાર કરોની ફાળવણી.
- 15 હજાર મલ્ટી સ્કિલ 'હેફા' સેન્ટર ખોલવામાં આવશે.
- શાળાઓ તથા કોલેજોમાં ડિજીટલ સર્ટિફિકેટ્સ આપવામાં આવશે.
- એસસી-એસટી એજ્યુકેશન હબ ઊભા કરવામાં આવશે.
- 62 નવી નવોદય શાળાઓ ખોલવામાં આવશે.
- 10 ખાનગી તથા 10 જાહેર ક્ષેત્રની યુનિવર્સિટીઝને વિશ્વકક્ષાની બનાવવામાં આવશે.
- નવા કર્મચારીઓનું પીએફ પ્રારંભિક ત્રણ વર્ષ માટે સરકાર આપશે. એ સ્પષ્ટ નથી કે આ ફંડ પ્રાઈવેટ સેક્ટર્સ માટે હશે કે સરકારી સેક્ટર્સ માટે હશે.
- ઈપીએફનો વ્યાપ વિસ્તારવામાં આવશે. આ માટે રૂ. એક હજાર કરોડની ફાળવણી.
- મજૂરો માટે કામના કલાકો તથા રજાનો દિવસ નક્કી કરવામાં આવશે.
#10. આરોગ્યક્ષેત્રે થયેલી ફાળવણી
- રાષ્ટ્રભરમાં ડાયાલિસિસ સેવા. દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ થશે.
- ડાયાલિસિસના મશીન તથા પાર્ટ્સની આયાતમાં સરકાર છૂટ આપશે.
- લગભગ દોઢ કરોડ પરિવારોને ગેસ કનેકશન આપવામાં આવશે. જેથી કરીને ફેફસાની બીમારીમાં ઘટાડો થાય.
- સ્ટેન્ડઅપ સ્કીમ હેઠળ રૂ. 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી લગભગ અઢી લાખ લોકોને લાભ થશે.
- 3000 સસ્તી દવાની દુકાનો ખુલશે.
- ગરીબો માટે રૂ. એક લાખ કરોડ રૂપિયાની આરોગ્ય સ્કિમ. જે હેઠળ ઈલાજનો ખર્ચ મળશે.
#11. સામાજિક ક્ષેત્ર માટે શું?
- બીપીએલ પરિવારો માટે ગેસ કનેકશન માટે રૂ. બે હજાર કરોડની ફાળવણી.
- મહિલાઓના નામે એલપીજી કનેકશન આપવામાં આવશે. લગભગ 75 લાખ લોકોએ ગેસ સબસિડી છોડી છે.
#12. ગામડાંઓ માટે શું?
- જેટલીએ ડેરી ઉદ્યોગ માટે ચાર નવી યોજનાઓની જાહેરાત કરી છે.
- ખેતી માટે કુલ રૂ. નવ લાખ કરોડની લોન.
- મનરેગા માટે રૂ. 38 હજાર 500 કરોડની ફાળવણી જે અત્યાર સુધીનું સૌથી મોટું ફંડ છે.
- રૂ. 2 લાખ 87 હજાર કરોડ ગ્રામ પંચાયતોને આપવામાં આવશે. તથા તેમના અધિકારો વધારવામાં આવશે.
- તા. 1 મે 2018 સુધીમાં દેશભરના દરેક ગામડાં સુધી વજળી પહોંચાડી દેવામાં આવશે.
- ગ્રામીણ ભારતમાં નવી ડિજીટલ સાક્ષરતા યોજના. તેને ડિજીટલ ઈન્ડિયાના નેજા હેઠળ લાવવામાં આવશે.
- ગામડાઓમાં વીજળી માટે રૂ. 8500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
#13. ખેતી માટે શું?

- મનરેગા હેઠળ પાંચ લાખ નવા કુવા ગાળવામાં આવી રહ્યાં છે. જેના કારણે સિંચાઈનો લાભ થશે.
- ત્રણ વર્ષમાં પાંચ લાખ એકર જમીનને જૈવ ખેતી હેઠળ લાવવા લક્ષ્યાંક.
- કચરામાંથી ખાતર બનાવવા માટે રાષ્ટ્રીય સ્તર પર સ્કિમ લાવવામાં આવશે.
- દાળોની કિંમતને કાબૂમાં રાખવા માટે તથા ઉત્પાદન વધારવા માટે રૂ. 500 કરોડનું બજેટ અલગથી ફાળવવામાં આવ્યું છે.
- સિંચાઈ માટે રૂ. 20 હજાર કરોડની અલગથી ફાળવણી. ખેડૂતોને લોનમાં મદદ માટે રૂ. 15 હજાર કરોડ ફાળવવામાં આવે છે.
- પીએમ ગ્રામ સડક યોજના માટે રૂ. 19 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ્સના કાયાદમાં ફેરફાર કરવામાં આવશે. જેથી કરીને ખેડૂતોને પૂરો લાભ મળે.
- ખેડૂતો તથા ગરીબો માટે હેલ્થ કવર સ્કિમ લાવવામાં આવશે.
- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અમારો પ્રસ્તાવ છે. તે અમારો લક્ષ્યાંક છે.
#14. નરેન્દ્ર મોદીએ બજેટ અંગે શું કહ્યું?
- બજેટમાં ગરીબો અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટમાં એ તમામ પરીબળો છે, જેના કારણે હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન મળશે તથા તમામને ઘર મળશે.
- ભાડાના ઘરમાં રહેતા લોકોને રાહત મળશે. ગરીબોના નામે બહુ રાજકારણ થયું, પરંતુ કશું કરવામાં નહોતું આવ્યું.
- ચૂલો આરોગ્ય માટે અત્યંત ખતરનાક છે. જાણકારોના કહેવા પ્રમાણે, ચૂલ્હાથી એક દિવસમાં શરીરમાં 400 સિગારેટ્સ જેટલો ધૂમાડો જાય છે.
- હવે ગરીબ પરિવારોને ગેસ કનેકશન મળશે.
- દરેક દેશવાસી સલામતીનો અહેસાસ કરી શકે, આપણી સેના સક્ષમ અને સબળ બને. સુરક્ષા સાધનોથી સજ્જ હોય. તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
- નિવૃત્તિ બાદ OROP મળે. આ માટે તમામ જોગવાઈઓ બજેટમાં છે.
- સ્ટાર્ટ અપ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારે એન્ટરપ્રેનિયોર હબ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
- લોકોને વૈશ્વિક સ્તરની સુવિધા મળે તે માટે સરકારે પ્રયાસ કર્યો છે.
- છેવાડાના વિસ્તારમાં શિક્ષણ મળે તે માટે અમે ધ્યાન આપ્યું છે.
- આ બજેટ લોકોના સપનાઓની નજીક છે. આ માટે હું નાણાપ્રધાન અરૂણ જેટલીને અભિનંદન આપું છું.
#15. આધાર કાર્ડનું શું થશે?
- આધારકાર્ડને કાયદાકીય સ્વરૂપ આપવા માટે કાયદો લાવવામાં આવશે તથા તેને બંધારણીય દરજ્જો આપવામાં આવશે.
- રૂ. 35984 કરોડ રૂપિયા કૃષિ તથા ખેડૂતોના કલ્યાણ માટે આપવામાં આવશે.

અન્ય કેટલીક જોગવાઈઓ અંગે વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો...
અન્ય સમાચારો પણ છે...