36 કલાકમાં ઝડપી લેવા મહેતલ
- લખનઉમાં બીએસપીના પ્રદર્શનને જોતા રાજભવન જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
- પરિવર્તન ચોકથી ગંજ તરફ જતા રસ્તાને પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
- બસપાના મંચ પરથી કાર્યકરોએ દયાશંકરસિંહને મા-બહેનની ગાળો ભાંડી હતી.
- કેટલાક બસપા કાર્યકરો જે બેનર્સ લઈને આવ્યા હતા, તેમાં દયાશંકરસિંહ માટે માતા-બહેનની ગાળો લખેલી હતી.
- પ્રદર્શન દરમિયાન દયાશંકરનું પૂતળું બાળતી વખતે એક બીએસપી કાર્યકરના શર્ટ પર આગ લાગી ગઈ હતી. જેનાથી તે દાજી ગયો હતો.
- બસપાના કાર્યકરોઓ યુપી સ્ટેટ ઓફિસ બહાર મોટી સંખ્યામાં એકઠાં થયા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું.
- કાર્યકરોઓ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા અને કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી.
- કેટલાક સ્થળોએ આગચંપીના બનાવો બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
- વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોઓએ 36 કલાકમાં દયાશંકરની ધરપકડની માંગ પણ કરી છે.
ફરાર છે દયાશંકરસિંહ
- દયાશંકરસિંહ હાલ ફરાર છે.
- એવું માનવામાં આવે છે કે તેઓ કોર્ટમાં સરન્ડર કરશે.
- પોલીસે દિલ્હી, લખનઉ સહિત અનેક સ્થળોએ રેડ કરીને દયાશંકરસિંહને ઝડપી લેવા પ્રયાસ કર્યા હતા.
- પોલીસે દયાશંકરસિંહના ભાઈની અટકાયત કરી હતી અને પૂછપરછ કરી હતી.
દયાશંકરસિંહનું વાંધાજનક નિવેદન
- બુધવારે દયાશંકરે બસપા સુપ્રીમો અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને લઈને એક વાંધાજનક નિવેદન આપ્યું હતું.
- બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા બાદ મઉ પહોંચેલા દયાશંકરે ઉત્સાહમાં આવીને પત્રકાર પરિષદમાં માયાવતીની સરખામણી પ્રોસ્ટિટ્યુટ સાથે કરી હતી.
- જોકે, આ નિવેદન બાદ વિવાદ સતત વકરતો રહ્યો છે. બુધવારે રાજ્યસભામાં આ મામલે થયેલા હોબાળા બાદ રાજ્યસભા એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી તો ગુરુવારે સવારથી જ લખનઉમાં પરિસ્થિતિ તંગ બની છે.
- દયાાશંકર વિરુદ્દ ભારતીય દંડ સંહિતા તથા SC/ST એક્ટની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.
50 લાખના ઈનામની જાહેરાત
- બીએસપીના ચંદીગઢ યુનિટની ચીફ જન્નત જહાંએ ગુરુવારે દયાશંકર સિંહની જીભ પર 50 લાખનું ઈનામ જાહેર કર્યું છે.
- જન્નત જહાંએ કહ્યું કે, જે પણ દયાશંકરની જીભ લાવીને આપશે, તેને 50 લાખ રૂપિયા આપવામાં આવશે.
દિલ્હીમાં પણ મોટું પ્રદર્શન
- દયાશંકરની ધરપકડ માટે પોલીસની વિવિધ ટીમે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, તે તેના ઘરે અને ઓફિસે મળ્યા ન હતા.
- લખનઉ સાથે દિલ્હીના જંતર-મંતર પર પણ બીએસપી કાર્યકરો દયાશંકરના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.
- ભોપાલમાં બીએસપી એમએલએ શીલા ત્યાગીએ પણ એમપી વિધાનસભા બહાર પ્રદર્શન કર્યું છે.
દયાશંકરે પ્રોસ્ટિટ્યુટ સાથે કરી હતી માયાવતીની સરખામણી
- દયાશંકરે બુધવારે ઉત્સાહમાં આવીને કહ્યું હતું કે, 'માયાવતીજી ટિકિટ વેંચે છે. એક પ્રોસ્ટિટ્યુટ પણ જો કોઈ પુરુષ સાથે કોન્ટ્રાક્ટ કરે છે તો તે તેને પૂરો કરે છે, પરંતુ માયાવતી તેનાથી પણ ખરાબ છે.'
- વિવાદાસ્પદ નિવેદનથી મચેલા હોબાળા બાદ ઉત્તર પ્રદેશ બીજેપીના ઉપાધ્યક્ષ પદેથી દયાશંકર સિંહને પાર્ટીએ 24 કલાકમાંજ પદ પરથી હટાવી દીધા.
- ઉપરાંત દયાશંકરને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
- આ મામલે બુધવારે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો હતો. હોબાળા બાદ રાજ્યસભાને ગુરૂવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
- જો કે બાદમાં દયાશંકર સિંહે પણ બસપા સુપ્રીમો માયાવતીની માફી માંગી લીધી હતી.
દયાશંકરે માગી હતી માફી
- બુધવારે માયાવતીની સરખામણી પ્રોસ્ટિટ્યુટ સાથે કર્યા બાદ દયાશંકરે માફી માંગી હતી.
- તેમણે કહ્યું હતું કે, 'હું માફી માંગું છું, હું માયાવતીજી અને તેમના કાર્યકરોની માફી માંગું છું.'
- 'મારી ધરપકડથી જો તેમને સારું લાગે તો હું એરેસ્ટ થવા માટે પણ તૈયાર છું.'
- 'હું ટિકિટને લઈને ચર્ચા કરી રહ્યો હતો. મેં ભૂલથી તેમની સરખામણી કરી દીધી હતી.'
- પાર્ટીએ તેમની માફી ગ્રાહ્યા રાખી ન હતી. પહેલા તેમને ઉપાધ્યક્ષપદેથી અને બાદમાં છ વર્ષ માટે પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
- ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે જ્યારે વિવાદ વકરતા રાજ્યસભામાં બીજેપી તરફથી અરુણ જેટલીએ માફી માંગી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વિરોધની વધુ તસવીરો અને વાંચો વાંધાજનક નિવેદન મામલે રાજ્યસભામાં શું કહ્યું હતું માયાવતીએ...