'ઈસ્લામ વિરોધી હોવાથી વંદેમાતરમનો બહિષ્કાર કર્યો અને કરીશ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પીકરે બસપા સાંસદ શફીકુર્રરહમાન બર્કના વલણ પર નારાજગી પ્રગટ કરેલી

બુધવારે જ્યારે સંસદને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી તે સમયે એક સાંસદ ચાલવા લાગ્યા હતા, જેની સામે સ્પીકર મીરા કુમારે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આવું ન થાય, તે જોવા માટે કહ્યું હતું, જોકે સાંસદે આ ચેતવણીને ગણકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાંસદ બસપાના શફીકુર્રરહમાન બર્ક હતા.

બર્કે ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ''હું વંદેમાતરમ્ ને ઈસ્લામ વિરોધી માનું છું. ઈસ્લામ તેનું ગાન કરવાની મંજૂરી નથી આપતું, આથી ઈરાદાપૂર્વક મેં તેનો બહિષ્કાર કર્યો છે. મને લોકસભાના સ્પીકર મીરા કુમાર તરફથી કોઈ નોટિસ નથી મળી.'' બર્કે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ વંદેમાતરમ્ નો બહિષ્કાર કરતાં તેઓ નહીં ખચકાઈ.

નિયમ પ્રમાણે શા માટે સંસદમાં વંદેમાતરમ્ ગાન થયું તે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. નબળી તસવીર ગુણવતા. તસવીર-લોકસભા ટીવી