• Gujarati News
  • Modi Effect In Loksabha, Haryana & Maharasthra Election Changed Equestions

મોદી ઈફેક્ટ: ઝૂંટવાઈ જશે બસપા- CPIનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બસપા સુપ્રીમો માયાવતીની ફાઈલ તસવીર)
*માંડ-માંડ બચી ગઈ શરદ પવારની NCP
*તેની પર પણ હતું જોખમ
નવીદિલ્હી : દલિત વર્ગનું રાજકારણ રમીને પોતાનું સ્થાન મજબુત કરનારી બહુજન સમાજ પાર્ટી (બસપા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ખૂંચવાઈ જાય તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીઓ દરમિયાન એક પણ બેઠક નહીં જીતી શકનારી પાર્ટીએ હરિયાણામાં અને મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. બસપાએ હરિયાણાની તમામ 90 તથા મહારાષ્ટ્રમાં 288માંથી 260 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. હરિયાણાના પૃથલામાં એકમાત્ર બેઠક મળી છે.

હરિયાણામાં ભાજપને બસપાનો ટેકો

હરિયાણામાં ભાજપને 90માંથી 47 બેઠકો પર સ્પષ્ટ બહુમત મળી છે. આમ છતાં, બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા એકમાત્ર ધારાસભ્યે ભાજપ સરકારને વિના શરતે ટેકો જાહેર કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, ભાજપા વિકાસના એજન્ડાને આગળ ધપાવવા માટે ટેકો આપ્યો છે.
ઝારખંડ તથા જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીઓ પહેલા નિર્ણય

ચૂંટણી પંચ દ્વારા ઝારખંડ તથા જમ્મુ અને કાશ્મીરની આગામી ચૂંટણીઓ પહેલા નિર્ણય લઈ લેવામાં આવશે. સંભવતઃ તે પહેલા જ બસપાનો દરજ્જો ખૂંચવી લેવાશે. ચૂંટણી પંચ દ્વારા દિવાળી બાદ બસપાને નોટિસ કાઢવામાં આવશે. જેમાં પુછવામાં આવશે કે તાજેતરની લોકસભા ચૂંટણીઓ તથા બાદની વિધાનસભા ચૂંટણીઓને પગલે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો કેમ ન ખેંચવો ?

પછી કોણ-કોણ રહેશે રાષ્ટ્રીય પક્ષ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.