તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BSF એક્ઝામ ટોપરનો કાશ્મીરીઓને સંદેશ- પથ્થરથી નહીં, પેનથી ઉકેલાશે મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુઃ નબીલ અહમદ વાની બોર્ડર સિક્યુરિટી ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એક્ઝામમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં રહેતા નબીલે 2013માં પણ પરીક્ષા આપી હતી. પરંતુ આઠ માર્ક ઓછા આવતાં સિલેક્શન થઇ શક્યું નહીં.
તે પણ વાની હતો અને હું પણ વાની છુંઃ નબીલ

- નબીલ કહે છે કે, 'મારા રાજ્યમાં આતંકવાદ સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ માત્ર ડિફેન્સ છે.'
- 'કારણે નબીલ હંમેશા ફોર્સ જોઇન કરવા ઇચ્છતો હતો.
- તે કહે છે, 'આજકાલ લોકો બુરહાન વાનીની વાતો કરે છે. તે પણ વાની હતો અને હું પણ વાની છું પરંતુ તમે તફાવત જોઇ શકો છો.'
- 'મને લાગે છે હાથમાં પથ્થર ઉપાડવાથી જોબ નહીં મળે. પેન ઉપાડવાથી મળશે. મારા જીવનમાં મુશ્કેલીઓ હતી પરંતુ મેં તો બંદૂક ઉપાડી નહોતી.'
- 'બેરોજગારી ખતમ થતાં મુશ્કેલીઓ પણ ઓછી થશે.'
નબીલે આજ સુધી કાશ્મીર જોયું નથી

- નબીલે આજ સુધી કાશ્મીર જોયું નથી. તેમણે કહ્યું, 'મારા પરિવાર પાસે એટલા પૈસા નહોતા કે ફરવાનો પ્લાન બનાવીએ.'
- 'પિતા સ્કૂલ ટીચર હતા. બાળકોના સારા શિક્ષણ માટે ગામનું પોતાનું ઘર છોડીને ઉધમપુર રહેવા આવ્યા.'
- બે વર્ષ પહેલાં પિતાનું મોત થયું. વાની સરકારી સ્કૂલમાં ભણ્યા અને પછી સ્કોલરશિપ દ્વારા પંજાબમાંથી ઇજનેરી કરી અને ટોપ કર્યું.
- કોલેજ પછી ડિફેન્સ ફોર્સમાં જવા માટેની તૈયારી કરવા લાગ્યા. સમયે પિતાનાં મોતના કારણે મા અને બહેનોની જવાબદારી તેમના પર આવી ગઇ.
- તેમણે નોકરી કરવાનો નિર્ણય કર્યો. ઉધમપુરના વોટર શેર ડિપાર્ટમેન્ટમાં જુનિયર ઇજનેરનું કામ કરવા લાગ્યા.
- બહેનની ઇજનેરીની ફીથી લઇને ઘરની દરેક જવાબદારી પોતે સંભાળી પરંતુ ફોર્સ જોઇન કરવાનું સપનું જીવંત રાખ્યું.
- નબીલ કહે છે કે, 'હું તુષાર મહાજનના ઘરની પાસે રહું છું. જ્યારે તે શહીદ થયા ત્યારે મને લાગ્યું કે આનાથી મોટું કોઇ સન્માન નથી અને હું ફરીથી એક્ઝામની તૈયારીમાં લાગી ગયો.'
પ્રિય પપ્પા,
એકદિવસ આપણે ભેગા થઇને એક સપનું જોયું હતું કે હું ફોર્સમાં ઓફિસર બનું. તમે જન્નતમાં છો અને સપનું મારી સાથે રહી ગયું. આજે હું કહી શકું કે મેં પિતાનું લક્ષ્ય મેળવ્યું. હું હવે આસિસ્ટન્ટ કમિશનર છું. બીએસએફમાં ડીએસપી....ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક. હવે મારા ખભા પર ત્રણ સ્ટાર છે અને સાથેસાથે જવાબદારી પણ ઘણી છે. તેનો શ્રેય મમ્મી અને બહેનને જાય છે.
અન્ય સમાચારો પણ છે...