• Gujarati News
  • Brothers From Assam Re unite In Kochi After 10 Years

આસામના વિખૂટા પડેલા બે ભાઇઓ 10 વર્ષ પછી કોચીમાં મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)

કોચીઃરોજગારી શોધવા માટે આસામમાં પોતાના ઘરેથી વિખૂટા પડી ગયેલા અને કેરળ ગયેલા બે ભાઇઓનું 10 વર્ષન ગાળા બાદ તાજેતરમાં જ પુનઃમિલન થયુ છે.
મોટાભાઇ દીપકને કોચી મેટ્રોના બાંધકામ સ્થળે કામદાર તરીકેની નોકરી મળી ગઇ ત્યારે તેનો હેતુ તેના ભાઇ સંજયને શોધી કાઢવાનો હતો, જેણે 11 વર્ષની ઊંમરે ગૌહત્તી 2005માં છોડી દીધું હતુ અને ત્યાર બાદ તેના કોઇ જ સમાચાર ન હતા.
બીજી બાજુ સંયજને અન્ય બાળ કામદારો સાથે કામ કરવા માટે એક જન્ટ દ્વારા કેરળમાં લાવવામાં આવ્યો હતો. તેણે એડાપલ્લી નજીક એક ચિકન સ્ટોલ પર એક વર્ષ સુધી કામ કર્યું હતુ, જ્યાં તેને વિચિત્ર કામ કરવા પડતા હતા. તેને જમવાનું આપવામાં આવ્યું હતું પરંતુ પગાર આપવામાં આવતો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે એજન્ટ દર મહિને તેનો પગાર દુકાનદાર પાસેથી લેતો હતો. નાથી નારાજ થતા તે છોકરાએ દુકાન છોડી દીધી હતી.
જ્યારે પોલીસને બાળ કામદારોને કામ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની શરૂ કરતા સંજયને બીજા કોઇ નોકરી મળી શકી ન હતી. તેને નજીકમાં આવેલા જનસેવા અનાથાલયમાં આશ્રય મળી ગયો હતો અને ત્યાં રહીને તેણે 10મું ધોરણ પાસ કર્યું હતું અને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને હાલમાં તે અહીંની એક હોટલમાં મમદનીશ શેફ છે.
દીપકની સતત શોધ તેને અનાથાલય સુધી લઇ આવી હતી. જ્યારે તેણે અનાથાલયના સત્તાવાળાઓને સંજય વિશેની માહિતી આપી ત્યારે તેમણે તાત્કાલિક સંજયનો સંપર્ક કર્યો હતો.
જ્યારે બન્ને એકબીજાને મળ્યા ત્યારે એકબીજાને ઓળખી ગયા હતા અને ભેટી પડ્યા હતા એમ અનાથાલયના સત્તાવાળાઓ જણાવે છે. બન્ને ભાઇઓના કહેવા અનુસાર તેઓ ટૂંક સમયમાં પોતાના માતાપિત અને ભાઇબહેનોને મળવા માટે ઘરે જશે.