20 લાખથી ઓછા ટર્નઓવરને પણ GSTમાં લાવો: મોદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ રૂપિયાથી ઓછા ટર્નઓવરવાળા વેપારીઓને પણ જીએસટીના દાયરામાં લાવવાની વાત કહી છે. શુક્રવારે બીજા ‘રાજસ્વ જ્ઞાન સંગમ’નું ઉદઘાટન કરતા તેમણે જણાવ્યું કે બધા ટ્રેડર્સને જીએસટીનો સંપૂર્ણ લાભ મળે, તેના માટે આપણે નાના વેપારીઓ કે જેમનું  ટર્નઓવર 20 લાખથી ઓછું છે તેઓએ પણ જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવવાની કોશિશ કરવી જોઇએ.

બે દિવસીય ‘સંગમ’માં સીબીડીટી અને સીબીઇસીના વરિષ્ઠ અધિકારી ભાગ લઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે બે મહિનામાં 17 લાખ નવા ટ્રેડર જીએસટીમાં રજિસ્ટર્ડ થયા છે. હાલમાં વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા વેપારીઓ માટે જીએસટીમાં રજિસ્ટ્રેશન જરૂરી નથી. તેમને જીએસટી ભરવો પડતો નથી. જોકે, બીજાં રાજ્યોમાં સપ્લાય કરનારાઓ માટે રજિસ્ટ્રેશન જરૂરી છે, ભલે જ ટર્નઓવર 20 લાખથી ઓછું હોય. વડાપ્રધાને અપીલમાં ફસાયેલા ટેક્સ મામલાઓની ભારે સંખ્યા અંગે નાખુશી વ્યક્ત કરી હતી.

જ્ઞાનસંગમમાં સલાહ આપી - ટેક્સ અધિકારી વર્ક કલ્ચર બદલે

- ટેક્સ અધિકારી વર્ક કલ્ચર બદલે, 2022 સુધી વ્યવસ્થા વ્યવસ્થિત કરવાનું લક્ષ્ય નક્કી કરો.
- ડેટા એનાલિટિક્સ ટૂલનો ઉપયોગ કરીને ટેક્સ અધિકારી જાહેર નહીં કરેલી આવક શોધી કાઢે.
- ડેક્સ અધિકારીઓ-કરદાતાઓનો સામનો ઓછો થાય. ઇ-એસેસમેન્ટને પ્રોત્સાહન અપાય.
- લોકોનો ડર ખતમ કરવા માટે ટેક્સ અધિકારી કરદાતાઓ સાથે મૈત્રીભર્યું વલણ અપનાવે.
અન્ય સમાચારો પણ છે...