મુંબઈ-ગોવા રોડ પર નદીમાં પુલ તણાયો, અનેક ગાડીઓ સહિત 22 લોકો ગુમ

દુર્ઘટના બાદથી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવાર 22 મુસાફરો ગુમ છે.
દુર્ઘટના બાદથી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવાર 22 મુસાફરો ગુમ છે.
ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ
ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ
Raigad: Bridge collapsed on Mumbai-Goa highway in late night
સર્ચ ઓપરેશન દરમિયાન.
સર્ચ ઓપરેશન દરમિયાન.
ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ.
ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ.
સર્ચ ઓપરેશન દરમિયાન.
સર્ચ ઓપરેશન દરમિયાન.
ગુમ લોકોને શોધવા ICGના ચેતક હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
ગુમ લોકોને શોધવા ICGના ચેતક હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ ગુમ છે.
બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ ગુમ છે.
આ દુર્ઘટના બાદ મુંબઈ-ગોવા હાઈવે ઠપ થઈ ગયો છે.
આ દુર્ઘટના બાદ મુંબઈ-ગોવા હાઈવે ઠપ થઈ ગયો છે.
ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ.
ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ.
Raigad: Bridge collapsed on Mumbai-Goa highway in late night

divyabhaskar.com

Aug 03, 2016, 08:32 AM IST
રાયગઢઃ મુંબઈથી અંદાજે 175 કિલોમીટરના અંતરે ગોવા-મુંબઈ હાઈવે પર સાવિત્રી નદી પર બનેલો પુલ પાણીમાં તણાઈ ગયો હતો. પાણીમાં તણાયેલા પુલની સાથે સાથે બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ હજુ પણ ગુમ થયા હતા તેને શોધવા માટે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો કામે લગાડવામાં આવી છે. અત્યારસુધી કુલ 22 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ મામલે રાયગઢના કલેક્ટર શીતલ ઉગાલેના જણાવ્યું કે, રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 22 મૃતદેહો મળ્યાં છે. જેમાંથી 21ની ઓળખ કરી લેવામાં આવી છે.
મોટાપાયે હાથ ધરાયું હતું રેસ્કયુ ઓપરેશન
- દુર્ઘટના બાદથી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવાર 22 મુસાફરો હજુ પણ ગુમ થયા હતા.
- પુણે અને મુંબઈથી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ) ટીમના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
- ગુમ વાહનો અને 22 લોકોની શોધખોળ માટે ચેતક હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નવા પુલને પ્રથમ ઇનામ મળ્યું હતું
જૂના પુલની બાજુમાં બનેલા નવો પુલ દેશમાં એન્જિનિયરિંગ કૌશલ્યનો અજોડ નમૂનો છે. આ પુલને દેશનું પ્રથમ ક્રમના પુલનું ઇનામ મળ્યું હતું.
ચેતવણી છતાં ચાલુ રખાયેલો 100 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો
સાવિત્રી નદી પરનો તૂટી પડેલો પુલ 100 વર્ષ જૂનો હતો. જર્જરિત થઈ ગયો હતો. છતાં એ પરિવહન માટે ચાલુ રાખવામાં આવ્યો હતો. ઘટના બાદ કોસ્ટગાર્ડના જવાનોએ બચાવ કામગીરી કરી હતી. પ્રોગ્રેસિવ સિવિલ કંસ્ટ્રકશન કંપનીએ જૂનો પુલ ઉપયોગમાં ન લેવા અંગે મહારાષ્ટ્ર સરકારને જોખમની ચેતવણી આપી હતી.
સંસદમાં ઉઠ્યો રાયગઢ મુદ્દો
- મુંબઈ-ગોવા હાઈવે પર પુલ તણાઈ જવાને લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદમાં નિવેદન આપ્યું હતુ.
- રાજનાથ સિંહે રાહત અને બચાવ કામગીરી વિશે જણાવ્યું.
- તેમણે કહ્યું કે, બચાવ કામગીરી માટે એનડીઆરએફની ચાર ટીમો મોકલવામાં આવી છે.
- વધુમાં રાજનાથ સિંહે કહ્યું કે, 12 બોટ અને 115 જવાનોને મોકલવામાં આવ્યા છે.
- કેન્દ્ર સરકાર મુશ્કેલીના સમયમાં મહારાષ્ટ્ર સરકાર સાથે છે અને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચિંતા
મહાડ દુર્ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર ચર્ચા કરીને અકસ્માતની માહિતી મેળવી હતી. વડાપ્રધાને તમામ પ્રકારની મદદ કરવાનું મુખ્યમંત્રીને અઆશ્વાસન આપ્યું હતું. મહાડ દુર્ઘટના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. આ સંકટના સમયમાં કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકારની મક્કમતાથી પડખે ઊભી છે એમ જણાવ્યું હતું.

નાશિકમાં લશ્કર સજ્જ
9 કલાકમાં 17 ઈંચ વરસાદ પડવાથી જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. 92 ગામ પુરમાં અટવાયા છે. શાસન તરફથી બચાવકાર્ય ચાલુ હોઈ લશ્કર સહિત એનડીઆરએફ સજ્જ છે.
શું કહ્યું મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે?

- મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને કહ્યું કે, મહાબળેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને તેના જ કારણે પુલ ધરાશાયી થયો છે.
- તેમના પ્રમાણે, દુર્ઘટનામાં ગુમ થયેલા લોકો વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. કારણ કે, જ્યારે ઘટના બની ત્યારે વિસ્તારમાં ઘોર અંધારુ હતું.
- મુખ્યમંત્રી પ્રમાણે, તે વિસ્તારમાં બે પુલ છે અને જુનો પુલ પડ્યો છે જ્યારે ટ્રાફિક બીજા નવા પુલ પરથી પસાર થઈ રહ્યો છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં.....
X
દુર્ઘટના બાદથી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવાર 22 મુસાફરો ગુમ છે.દુર્ઘટના બાદથી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવાર 22 મુસાફરો ગુમ છે.
ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ
Raigad: Bridge collapsed on Mumbai-Goa highway in late night
સર્ચ ઓપરેશન દરમિયાન.સર્ચ ઓપરેશન દરમિયાન.
ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ.ઘટના સ્થળે પહોંચેલી NDRF ટીમ.
સર્ચ ઓપરેશન દરમિયાન.સર્ચ ઓપરેશન દરમિયાન.
ગુમ લોકોને શોધવા ICGના ચેતક હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.ગુમ લોકોને શોધવા ICGના ચેતક હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ ગુમ છે.બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ ગુમ છે.
આ દુર્ઘટના બાદ મુંબઈ-ગોવા હાઈવે ઠપ થઈ ગયો છે.આ દુર્ઘટના બાદ મુંબઈ-ગોવા હાઈવે ઠપ થઈ ગયો છે.
ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ.ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ.
Raigad: Bridge collapsed on Mumbai-Goa highway in late night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી