તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુહાગરાત પહેલા જ લગ્નના બીજા દિવસે ભાગી દુલ્હન, સૂતો રહ્યો વરરાજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુરહાનપુર (ઇંદોર): ઇટારસી-ભુસાવલ રેલમાર્ગ પર પાટલીપુત્ર સુપરફાસ્ટ ટ્રેનના એસી કોચમાંથી શનિવારે સવારે દુલ્હન ગાયબ થઇ ગઇ. વરરાજા અને જાનૈયાઓએ દુલ્હનની શોધ કરી પરંતુ રાત સુધી કોઇ પત્તો મળ્યો નહીં. ઇટારસી અને ખંડવા જંક્શન પર દુલ્હનના ગાયબ થઇ જવાની જ્યારે પોલીસને જાણ થઇ તો કંટ્રોલ રૂમને સૂચના આપીને શોધ શરૂ કરી. ઇટરસી જીઆરપીમાં ગાયબ થવાની વાત નોંધીને રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા પરંતુ કોઇ કડી હાથ લાગી નહીં.

 

ઊંઘ ઉડી ગઇ તો જોયું કે દુલ્હન ગાયબ હતી

 

- પાટલીપુત્ર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ (12142)ના એસી કોચ બી-1માં મુંબઈમાં રહેતો વરરાજા છત્રપતિ શર્મા જાનૈયાઓ સાથે પોતાની દુલ્હન પ્રીતિ શર્મા સાથે જબલપુર રેલવે સ્ટેશનથી 24 નવેમ્બરની રાતે 10.50 વાગે મુંબઈના કલ્યાણ જંક્શન જવા માટે એસી કોચમાં બેઠો હતો.

- રાતની મુસાફરી હોવાથી વરરાજા, તેમની નવોઢા પત્ની અને જાનૈયાઓ સૂઇ ગયા. વરરાજાના ભાઈ કુંજ શર્માએ જણાવ્યું કે શનિવારે સવારે 7 વાગ્યા આસપાસ અમે લોકો ઊંઘમાંથી જાગ્યા. દુલ્હન પોતાની સીટ પર ન હતી. જાનૈયાઓને પૂછપરછ કરી. આખી ટ્રેનમાં શોધી પણ ના મળી. એક યાત્રી અમારા જ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો, તેણે કહ્યું કે ઇટારસી રેલવે સ્ટેશન પર દુલ્હનને ટ્રેનમાંથી ઊતરતી જોઇ હતી.

- ટ્રેનના પૈડામાં ખરાબી આવવાને કારણે સવારે 10 વાગે ખંડવા જંક્શન પર અટકી. અહીંથી વરરાજા છત્રપતિ સહિત તેના દોસ્ત ઇટારસી પહોંચ્યા. ત્યાં રેલવે સ્ટેશન સહિત શહેરમાં શોધ કરી. જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. ચૌહાણે જણાવ્યું કે ઇટારસી રેલવે સ્ટેશનની પાસેથી ગાયબ થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. વરરાજાની ફરિયાદના આધારે મામલો નોંધીને તપાસ કરી રહ્યા છીએ.

 

23ની રાતે થયા હતા લગ્ન

 

- વરરાજાના ભાઈએ જણાવ્યું, પ્રીતિ અને છત્રપતિના લગ્ન 23 નવેમ્બરની રાતે સિંગરોલીમાં થયા. 24 નવેમ્બરની રાતે જબલપુર રેલવે સ્ટેશનથી દુલ્હનને લઇને નીકળ્યા હતા. લગ્ન દરમિયાન દુલ્હનના ચહેરા પર જરાપણ તણાવ નહોતો દેખાયો. અમે પોતે જ કંઇ સમજી શકતા નથી.

 

રાતે 11 વાગે પિતા સાથે કરી હતી પ્રીતિએ વાત

 

- દુલ્હનના પિતા જયરામ શર્માએ જણાવ્યું કે 1 જૂલાઇ, 2017ના રોજ પ્રીતિ અને છત્રપતિની સગાઇ થઇ હતી. બંનેએ એકબીજાને પસંદ કર્યા હતા. મારી બે દીકરીઓ છે. તેમના પર મને પૂરો ભરોસો છે. તેઓ ખોટું કામ ન કરી શકે.

- લગ્નમાં આઠ લાખનો ખર્ચો કર્યો છે. રાતે 11 વાગે દીકરીનો ફોન પણ આવ્યો હતો. મને શનિવારે સવારે જાણ થઇ. અમે લોકો બેચેન થઇ ગયા. દીકરીને શોધી રહ્યા છીએ. તેની પાસે મોબાઇલ નથી. 

અન્ય સમાચારો પણ છે...