UP: BRD હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત; જેપી નડ્ડા અને યોગી આજે ગોરખપુરની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપુરઃ BRD (બાબા રાઘવ દાસ) મેડિકલ કોલેજમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ CM યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ગોરખપુર પહોંચ્યા હતા. આ ઘટના પર કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. યોગીએ કહ્યું કે વડાપ્રધાને સંભવિત તમામ મદદ આપવાની વાત કરી છે. સાથે જ ઘટનાની તપાસ જરૂરી છે. કોંગ્રેસે યોગી સરકાર પર આક્ષેપ કરી હત્યારી સરકાર ગણાવી હતી. અહિં જાણ કરવાની કે યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો બીજી બાજુ બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. રવિવારે સવારે મગજના તાવની સારવાર લઈ રહેલાં 4 વર્ષના બાળકનું મોત થયું છે. ત્યારે હવે 7 દિવસમાં મોતનો આંકડો 64 સુધી પહોંચી ગયો છે. તો સીએમની મુલાકાત બાદ હોસ્પિટલ પ્રશાસન વિરૂદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રવિવારે BRD હોસ્ટિપલના સુપ્રિટેન્ડન્ટ અને વાઇસ પ્રિન્સિપાલ કફીલ ખાનને હટાવવામાં આવ્યાં છે. કફીલને હોસ્પિટલની તમામ ડ્યૂટી પરથી હટાવવામાં આવ્યાં છે. જેની જગ્યાએ રાજકીય મેડીકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.કે.સિંહને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 
'90 લાખથી વધુ બાળકોના વેક્સીનેશન કરવામાં આવ્યું'
 
- યોગીએ કહ્યું કે, “ બે - ત્રણ દિવસથી સમાચાર ચાલી રહ્યાં છે. પીએમ ચિતિંત છે. કાલે પીએમએ ફોન કર્યો હતો. યુપીના વિકાસ અને સ્વાસ્થ્ય સેવાઓ માટે તમામ મદદનો વિશ્વાસ આપ્યો છે. પીએમ દ્વારા સ્વાસ્થ્ય કલ્યાણ માટે જે.પી.નડ્ડાને મોકલ્યાં છે.”
- યોગીએ વધુમાં કહ્યં કે, “ મેં અધિકારીઓને અહીં મોકલ્યા હતા. કલેકટર પાસે પણ રિપોર્ટ માગી હતી. આ મામલે સિદ્ધાર્થનાથ સિંહ અને આશુતોષ ટંડનને મોકલ્યા હતા. ભારત સરકારે ચિકિત્સા સચિવ અહીં હાજર છે. દિલ્હીથી ખાસ તબીબની ટીમ પણ આવી પહોંચી છે. ”
- “ઈન્સેફેલાઇટિસની લડાઈ માટે અમે અનેક કાર્યક્રમો ચલાવ્યાં છે. પ્રદેશના 38 જિલ્લામાં 90 લાખથી વધુ બાળકોના વેક્સીનેશન કરાયાં છે. મેં 4 વખત BRD કોલેજની મુલાકાત કરી છે. 9 જુલાઈએ પણ હું અહીં આવ્યો હતો.”
 
 
યોગી આદિત્યનાથ ભાવુક થયા
 
- પત્રકાર પરિષદને સંબોધતા યોગી આદિત્યનાથ બાળકોના મોત અંગે ભાવુક થઈ ગયા હતા. સીએમ યોગી આદિત્યનાથ ઈન્સેફેલાઇટિસનો ઉલ્લેખ કરતાં યોગી ભાવુક થઈ ગયા હતા.
- યોગીએ કહ્યું કે, “ બાળકોના મોતથી ઘણો જ દુખી છું. ઈન્સેફેલાઇટિસ સામે લડાઈ લડીને રહેશું. 7 જિલ્લા ડીએમ સાથે વાત કરીને પૂછ્યું છે કે ઈન્સેફેલાઇટિસ શું કરવું જોઈએ. મેં 1996-97માં આ લડાઈને જોઈ છે.”
- સાથે સીએમ યોગીએ કહ્યું કે, “મારાથી વધુ ભાવના કોની છે? તેમની પીડા મારાથી વધુ કોણ સમજશે? દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવશે. ઓક્સીજન સપ્લાઈના મુદ્દે પણ જાણકારી માગવામાં આવી છે. અમે કડક બનીને કાર્યવાહી કરીશું. એક પણ દોષિતોને કોઈ કિંમતે છોડવામાં આવે નહીં આવે. સમિતિની રિપોર્ટ આવ્યાં બાદ જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. દોષિતોને એવી સજા મળશે કે તે એક ઉદાહરણ બની રહેશે.”
- આ ઉપરાંત યોગી આદિત્યનાથે પત્રકારોને અપીલ કરતાં કહ્યું કે, “ ખોટું રિપોર્ટિગ ન કરે અને અહીં આવીને સાચી હકિકત લોકો સમક્ષ રજૂ કરે.”

યોગી સરકાર હત્યારી સરકાર છે: કોંગ્રેસ
 
- ગોરખપુર ટ્રેજેડી મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસે યોગી સરકાર પર વાર કર્યા છે.
- યુપી કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરે કહ્યું કે, “ બાળકોના મોત સરકારની બેદરકારીને કારણે થયાં છે.”
- કોંગ્રેસે બાળકોના મોતને હત્યા ગણાવતાં 4 દિવસમાં 70 બાળકોના મોત થયાં હોવાનું તેમજ યોગી સરકાર હત્યારી સરકાર હોવાના આક્ષેપ રાજ બબ્બરે કર્યા હતા.
- સાથે જ રાજ બબ્બરે કહ્યું કે, “ સરકારે આ દૂર્ઘટનાના તપાસના આદેશ તો આપ્યાં છે પરંતુ કોઈ પરિણામ આવે તે પહેલાં જ યોગી સરકાર નિષ્કર્ષ પર પહોંચી છે અને બાળકોના મોત ઓક્સિજનની સપ્લાઈની ઘટને કારણે નહીં થઈ હોવાનું જણાવી રહી છે. ” ત્યારે આ માટે જવાબદાર કોણ તેવાં સવાલો પણ કોંગ્રેસે કર્યા હતા.
- રાજ બબ્બરે કહ્યું કે, “ હું યોગીના ચૂંટણી ક્ષેત્ર ગોરખપુર ગયો હતો. તેઓ અહીંથી અનેક વખત સાંસદ રહી ચુક્યાં છે. હવે તેઓ મુખ્યમંત્રી છે પરંતુ લાગતું જ નથી કે આ તેમનો મતવિસ્તાર છે.”
 
DMએ રિપોર્ટ સોંપ્યો 
 
- ગોરખપુર ટ્રેજેડી અંગે ડીએમ રાજીવ રઉતેલાએ રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં ઓક્સિજન સપ્લાય રોકાયો હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. 
- બીજી તરફ સરકારે ઢાંકપિછાડો કરવા માટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ રાજીવકુમાર મિશ્રાને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમણે જોકે નૈતિક જવાબદારી માથે લઈને જાતે જ રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો હતો. 
- ઓક્સિજન સપ્લાયર પુષ્પા સેલ્સના માલિક મનીષ ભંડારી અને તેમના સંબંધીઓના ઘર પર પોલીસે દરોડા પાડ્યા હતા. ભંડારી સામે એફઆઇઆર પણ નોંધાઈ હતી.
 
 
PMOએ કર્યું ટ્વિટ
 
વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘PM મોદી ગોરખપુરની પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેઓ સતત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંપર્કમાં છે. રાજ્યમંત્રી (સ્વાસ્થ્ય) અનુપ્રિયા પટેલને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.’
 
ગોરખપુરની કરૂણાંતિકા માટે જુઓ આગળની સ્લાઈડ 
અન્ય સમાચારો પણ છે...