બ્રાઝીલિયન લાડીને થયો ભારતિય ડૉક્ટર સાથે પ્રેમ, કરે છે સમાજસેવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વાલ્દેલેની મારિયા પૉલ તેના પતિ રાકેશ પૉલ સાથે)

રાંચી: એસ્ટિલો ટેલરિંગ સેન્ટર એન્ડ ગુડ ન્યૂઝ સેન્ટર એજ્યુકેશન હબે બુધવારે ડિરેક્ટર વાલ્દેલેની મારિયા પૉલનો જન્મદિવસ ઉજવ્યો. વાલ્દેલેની મારિયા પૉલ 2006માં ભારત આવી હતી. શિક્ષણ અર્થે તેની મુલાકાત ડૉ. રાકેશ પૉલ સાથે થઈ. ડિસેમ્બર 2006માં બંન્નેએ લગ્ન કરી લીધાં. અત્યારે વાલ્દેલેની ઝારખંડમાં મહિલા શસક્તિકરણ અને સમાજસેવા કરી રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે સેન્ટરની યુવતિઓએ તેને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભકામનાઓ આપી.
વાલ્દેલેની મારિયા પોલે કહ્યું કે, ઝારખંડની રાજધાનીમાં તેમણે લોકોનો ખૂબજ પ્રેમ અને પોતાનાપણુ મળ્યું છે. બ્રાઝીલિયન ભાષા અને ફરાર્ટેદાર અંગ્રેજી બોલતી વાલ્દેલેનીને સ્થાનીક અને અંગ્રેજી ભાષા આવડતી નહોંતો, તેણે બહુ જલદી આ ભાષાઓ પર તેણે પકડ મેળવી લીધી.

રાંચીમાં મહિલાઓની દયનિય પરિસ્થિતિ, નિરક્ષરતાના કારણે યુવાનોમાં વધતા જતા નશા અને ગુનાખોરીનું પ્રમાણ જોઇ તેણે સમાજસેવા કરવાનું નક્કી કર્યું. ઝૂંપડપટ્ટી અને આદિવાસી વિસ્તારોમાં જઈને તેણે સિલાઇ, ગૃહઉદ્યોગ અને અન્ય પ્રશિક્ષણના વર્ગો શરૂ કર્યા. આજે તેના પોતાના ટેલરિંગ સેન્ટર અને ફેશન કંપનીમાં સંખ્યાબંધ મહિલાઓ કામ કરે છે.

ઇચ્છે છે ઇતિહાસમાં નવી લકીર ખેંચવા:

વાલ્દેલેની પોલે જણાવ્યું કે, સમાજસેવા અને સુસમાચાર પ્રચારના ક્ષેત્રમાં તે તેના ડૉક્ટર પતિ આરએસપોલ સાથે મળીને ઇતિહાસમાં એક અલગ જ લકીર બનાવવા ઇચ્છે છે, પછી સફળતા મળે કે ના મળે તે પછીની વાત છે. તે માને છે કે, સાચા દિલથી પ્રયત્નો કરવામાં આવે તો, ચોક્કસથી સફળતા મળે છે. વાલેદિનીને ડૉક્ટર રાકેશ પૉલ, રિજ્વાઇસ મિશનના રાજા રેડ્ડી, નિએલ તિર્કી, ડૉ. વીએમ જેડેક વગેરેએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, વાલ્દેલિની મારિયા પૉલની તસવીરો...