તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓને નહાતા જોતા હતા છોકરાઓ, જાહેરમાં લેતા હતા ફોટા- વીડિયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોધપુર: અહીં હાલ બાબા રામદેવનો મેળો ચાલી રહ્યો છે. દૂર-દૂરથી આવેલા ભક્તો અહીં ગાર્ડનમાં આરામ કરતા હોય છે જ્યારે તેમની સાથે આવેલી અમુક મહિલાઓ પાણીમાં નહાતી પણ હોય છે. પરંતુ અમુક યુવકો આ મહિલાઓને ગંદી નજરથી જોતા રહે છે. જ્યારે અમુક તેમના ફોટા પણ પાડતા હોય છે. આ ફરિયાદ મળતા જ્યારે ભાસ્કર ટીમે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમુક યુવકો ઝાડની પાછળથી આ પ્રમાણેના નહાતી મહિલાઓને જોતા હોય છે અને તેમના વીડિયો પણ બનાવતા હોય છે.
મોબાઈલથી વીડિયો લેતા પકડાયા
- ભાસ્કર ટીમે અહીં પોલીસને પણ બોલાવી હતી. પોલીસ ત્યાં પહોંચી અને આ રીતે મહિલાઓને જોતા યુવકોને ભગાડ્યા હતા.
- જોકે પોલીસને માહિતી મળ્યા પછી પણ જે યુવકો ફોટા પાડતા પકડાયા હતા તેમના ફોટો પોલીસે ડિલીટ કરાવ્યા નહતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જઈને માત્ર ધમકાવીને છોડી દેવામાં આવ્યા હતા.
- જોકે પોલીસને વીડિયો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે, અમુક લોકોના વીડિયો ડિલીટ કરાવવામાં આવ્યા છે.
- આ ઘટના ચાર-પાંચ દિવસથી ચાલતી હોવાનું સામે આવ્યું છે.
- આ વિશે વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, પોલીસે આ લોકોની ચાર-પાંચ વખત અટકાયત કરી હતી અને ત્યારપછી તેમને છોડી દેવામાં આવ્યા છે.
પોલીસે કહ્યું ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશુ

- આ વિશે સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે, તેમની પાસે હજુ આ વિશે કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવ્યા વગર તેઓ કાર્યવાહી કરી શકે તેમ નથી.
- ફરિયાદ આવશે તો ચોક્કસ કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. મેળામાં 10 પોલીસકર્મીઓને ફરજ પર રાખવામાં આવ્યા છે.
- તેમનું કામ આ મેળા વિસ્તારનું ધ્યાન રાખવાનું અને કઈ ખોટુ કામ થતું હોય તો તે રોકવાનું છે.
- તેમ છતા આ પોલીસોને મેળામાં નહાતી મહિલાઓને ઘુરતા અને વીડિયો બનાવતા યુવકો દેખાતા નથી.
આગળની સ્લાઈડમાં જુઓ મહિલાઓને નહાતા જોતા યુવકોની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો