• Gujarati News
  • Boys And Girls Go For Tattoo Removel Surgery After Breakup

પ્રેમ થાય એટલે ટેટુ બનાવડાવે, બ્રેકઅપ થતાં કઢાવવાં દોડે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30 ટકા છોકરીઓનું વેઈટિંગ
છોકરાઓ માટે પણ બને છે સમસ્યારૂપ
યુવાનોમાં જેટલો ક્રેઝ ટેટુ કરાવવાનો છે, તેટલો જ ક્રેઝ ટેટુ દૂર કરાવવાનો પણ છે. દરરોજ અનેક યુવાનો લખનઉની કેજીએમયુના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ટેટુ કઢાવડાવવવા માટે આવે છે. હાલત એવી છે કે, અહીના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લાંબું વેઈટિંગ છે અને લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
છોકરીઓ માટે સમસ્યા
ટેટુ કઢાવડાવવા આવતાં યુવા વર્ગમાં છોકરીઓ સૌથી વધુ હોય છે. યુવક-યુવતીઓ પ્રેમના ચક્કરમાં શરીર પર સાથીનું નામ ત્રોફાવે છે, પરંતુ બ્રેક-અપ થતાં જ તેની તમામ યાદો કાઢી નાખવા માંગે છે. પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ. વિજય કુમારના કહેવા પ્રમાણે, ટેટુ બનાવડાવવાનો ક્રેઝ માત્ર યુવાનોમાં જ નથી, ત્રીસથી વધુ ઉંમરના લોકો પણ ટેટુ કઢાવડાવવા આવે છે. છેલ્લા પાંચ મહિનામાં 182 છોકરીઓએ ટેટુ કઢાવડાવ્યાં. હાલનાં વેઈટિંગ લિસ્ટમાં ત્રીસ ટકા છોકરીઓનો સમાવેશ થાય છે.
છોકરાઓના રસપ્રદ કિસ્સા અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.